વર્લ્ડ

વિજળી અને પાણી બાદ પાકિસ્તાનમાં હવે નવું સંકટ !

Text To Speech

વિજળી અને પાણી બાદ પાકિસ્તાનમાં વધુ એક સંકટ આવી ગયુ છે. પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સર્વિસ ખૂબ ડાઉન થઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારે ખૂબ વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેનું કારણ કેબલમાં આવેલી ખરાબી છે. પરંતુ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સમસ્યાથી લોકોને હાલ છુટકારો મળવાનો નથી. પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સંકટ ઘેરાતુ જઈ રહ્યુ છે.

Internet crisis in Pakistan
Internet crisis in Pakistan

પાકિસ્તાનમાં ખૂબ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અમુક વિસ્તારોમાં પૂર પણ આવી ગયા છે. આ કારણથી લોકોનુ જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયુ છે. આની અસર ઓપ્ટિકલ ફાઈબર પર પણ પડી છે. પાકિસ્તાનના અમુક સ્થળો પર ઈન્ટરનેટની સર્વિસ બંધ થઈ ગઈ છે.

Internet crisis in Pakistan
Internet crisis in Pakistan

આની અસર આગામી સમયમાં વધી શકે છે. એક રિપોર્ટ અનુસાર જણાવાયુ છે કે પાકિસ્તાન ટેલિકમ્યુનિકેશન કંપની લિમિટેડ અને પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટીને કેબલ કટની ઘટના બાદ રિપોર્ટ સબમિટ કરવા માટે સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે.

Back to top button