ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણી : મતદાન માટે તા.1 અને 5 ડિસેમ્બરે રજા જાહેર

Text To Speech

ગુજરાતમાં આગામી તારીખ 1 અને 5 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે સરકાર દ્વારા વધારે પ્રમાણમાં મતદાન થાય તે માટે તારીખ 1 અને 5 ડિસેમ્બરે રજા જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત પ્રથમ તબક્કાના મતદાન માટે 1 ડિસેમ્બરના રોજ 19 જિલ્લામાં અને બીજા તબક્કાના મતદાન માટે 5 ડિસેમ્બરે 14 જિલ્લામાં રજા આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યમાં આ વખતે ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વખતે ભારે રસાકસી ભરી બની રહેશે. કારણ કે આ વખતે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. ત્યારે આ વખતે ત્રિપાંખીયા જંગના કારણે ગુજરાતના રાજકારણમાં ભારે રસાકસી જોવા મળવાની છે. તમામ રાજકીય પક્ષો દ્વારા છેલ્લો છેલ્લો પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને જીત માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે જેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

રાજ્યમાં બંને તબક્કામાં કુલ 4,91,35,400 મતદારો

આગામી તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ યોજનાર મતદાન અંગે માહિતી આપતા ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે રાજ્યની 182 બેઠકો પર યોજાનારા મતદાન માટે મતદાન મથકો, મતદાર યાદી ઇવીએમ સહિતની અન્ય સુવિધાઓને નિર્ધારિત કરવામાં આવી છે. આ ઉપરાંત મતદાર યાદી સુધારણા અભિયાન બાદ રાજ્યમાં બંને તબક્કામાં કુલ 4,91,35,400 મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે. જેમાં 18 થી 29 વર્ષની વય જૂથના 1,15,10,015 યુવા મતદારોનો સમાવેશ થાય છે ત્યારે આ વખતના પરિણામો ભારે રસાકસી ભર્યા બની રહેશે.

Back to top button