ગુજરાતમાં આજથી આચારસંહિતા લાગુ, હવે ચૂંટણીલક્ષી જાહેરાત બંધ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે આજરોજને શુક્રવાર સવારથી આદર્શ આચારસંહિતનો અમલ શરૂ કરવામાં આવ્યો છે.જેના પગલે રાજ્યના કોઇપણ વિસ્તારમાં ચાલતી પાર્ટીની જાહેરાતો તેમજ હોર્ડીંગ વગેરે હોય તો ઉતારી લેવામાં આવશે. ગુજરાતમાં ચૂંટણી આયોગ દ્વારા અપાયેલી સૂચના અનુસાર, ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન આચારસંહિતાનું ચુસ્ત અમલ કરવાનુ રહશે તેમજ જે આચારસંહિતાના અમલનો ભંગ કરશે તેને દંડ પણ કરવામાં આવશે
ચૂંટણીલક્ષી જાહેરાત આજથી બંધ
ગુજરાતમાં ગતરોજને ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. જે અનુસાર હવે સરકાર કોઈપણ પ્રકારની ચૂંટણીલક્ષી જાહેરાત, નાણાકીય સહાય પરિયોજના શિલારોપણ વિધિ સરકારી સેવાઓ કે જાહેર સાહસોમાં નિમણૂંક કરી શકશે નહીં. ચૂંટણીની જાહેરાત સાથે જ સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણી પંચને હવાલે કરી દેવામાં આવ્યું છે. તેમજ હવે ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવ પાડે તેવી કોઈપણ પરિયોજના યોજનાની બાબતો રાજ્ય સરકાર કે સત્તાધારી પક્ષ દ્વારા જાહેરાત કરી શકાશે નહીં
આ પણ વાંચો:આચારસંહિતાનું કેટલું છે મહત્વ, શું થઈ શકે અને શું ન થઈ શકે ?
આજથી ગુજરાતમાં આચારસંહિતા લાગુ
આજથી લાગુ થતી આચારસંહિતામાં કોઈ પણ પાર્ટીના મંત્રીઓ કચેરીના કામ અર્થે વિધાનસભા મતવિસ્તારની મુલાકાત અને સરકારી વાહનનો ઉપયોગ કરવા કરી શકશે નહીં. કુદરતી આપત્તિ સિવાય કે કટોકટીની ઉપસ્થિત સહિતના સંજોગોમાં મંત્રી, મુખ્યમંત્રી રાહત કાર્ય ઉપર દેખરેખ રાખવા પ્રવાસ કરે તો આદર્શ આચારસંહિતાનો ભંગ ગણાશે નહીં.
આ સિવાય કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીએ ચૂંટણી પ્રચાર કાર્ય અર્થે સરકારી વાહનનો ઉપયોગ કરવા બાબતે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. કોઈપણ સંસ્થાઓના વાહનો ચૂંટણી પંચ પ્રચાર માટે બિલકુલ ઉપયોગ કરી શકાશે નહીં.
તેમજ આ દરમિયાન કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીઓ કોર્પોરેશન કે બિન સરકારી પદાધિકારીઓ સાથે બેઠક કરી શકશે નહીં તેમજ ગાંધીનગર સહિત અન્ય સ્થળ બેઠક કરવા માટે પણ બોલાવી શકશે નહીં. આવું કરનાર અધિકારી સામે શિસ્ત ભંગ સહિતના પગલા લેવાશે.
રાજ્ય સરકાર સિધ્ધીઓના અને પ્રચારમાં રાજય સરકારના નાણાનો,લોન માડવાણ કરવા જેવી બાબતોની મુદત વધારી શકશે કે નહીં માફ કરી શકશે પણ નહીં. રાજકીય સમાચારોને સિદ્ધિઓના પ્રચાર પ્રસારમાં સરકારી નાણાનો ઉપયોગ કરી શકાશે નહીં. ચૂંટણી સભાઓ યોજવામાં મેદાન અને હેલીપેડ કેટલીક શરતોને આધીન ઉપયોગ કરી શકાશે.