ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: તાપી જિલ્લામાં કોંગ્રેસના ગઢમાં શું ભાજપ પરચમ લહેરાવી શકશે ? શું છે રાજકીય સમીકરણ

તાપી જિલ્લો એટલે કે કોંગ્રેસનો ગઢ. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખો જાહેર થઇ ગઇ છે. 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થશે અને 8 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને જંગ જામ્યો છે. તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ ચૂંટણીમાં ખરાખરનો જંગ તાપીમાં પણ જોવા મળશે. તાપી જિલ્લામાં 2 બેઠકોનો સમાવેશ થાય છે. તો આવો નજરી કરીએ તાપી જિલ્લામાં ચૂંટણીના સમિકરણ પર..

વ્યારા બેઠક

આ ચૂંટણીમાં ખરાખરનો જંગ સુરતમાં જોવા મળશે. તાપીજિલ્લામાં આ વખત મજબૂત હરિફાઈ થવા જઈ રહી છે. ત્યારે હવે આ ચૂંટણીમાં કોણ તાપીમાં બાજી મારે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ આવો એક નજરી કરીએ તાપીની વ્યારા બેઠક પર..

ગુજરાત રાજ્યના તાપી જિલ્લાનું નગર વ્યારા તાલુકાનું મુખ્યમથક છે. વ્યારા નગરનું શાસન નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવે છે. વ્યારા બારડોલી લોકસભા બેઠકમાં આવે છે.  2017ની વિધાનસભાની ચૂંટણીમાં 10 પુરુષ અને 0 મહિલા મળી કુલ 10 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 2 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.

તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે.

વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં વ્યારા વિધાનસભા ક્ષેત્રથી કોંગ્રેસના પુનાભાઈ ગામિતે ભાજપના અરવિંદ ચૌધરીને 24414 મતોથી માત આપી હતી.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

નીઝર બેઠક

 ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને જંગ જામ્યો છે. તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ ચૂંટણીમાં ખરાખરનો જંગ સુરતમાં જોવા મળશે. તાપી જિલ્લામાં આ વખત મજબૂત હરિફાઈ થવા જઈ રહી છે. ત્યારે હવે આ ચૂંટણીમાં કોણ તાપીમાં બાજી મારે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ આવો એક નજરી કરીએ તાપીની નીઝર બેઠક પર..

નિઝર ગુજરાત રાજ્યના તાપી જિલ્લાનો મહત્વનો તાલુકો છે. નીઝર આ તાલુકાનું મુખ્ય મથક છે. આ બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. નીઝર બારડોલી લોકસભા બેઠકમાં આવે છે. આ બેઠક પર 1975માં પહેલી વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી.  2017ની વિધાનસભાની ચૂંટણીમાં 9 પુરુષ અને 1 મહિલા મળી કુલ 10 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 4 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 6 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.

તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે.

વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

 વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં નીઝર વિધાનસભા ક્ષેત્રથી કોંગ્રેસના સુનિલ ગામિતે ભાજપના કાંતિલાલ ગામિત સામે 23129 મતોના અંતરથી શાનદાર જીત મેળવી હતી.

Back to top button