ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : આજે 10 વાગ્યે જાહેર થશે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેરાત થયાની સાથે દરેક રાજકીય પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. અત્યાર સુધીમાં કોંગ્રેસ અને આપ આદમી પાર્ટી ઉમેદવારોના લીસ્ટની યાદી જાહેર કરી ચુક્યા છે. જયારે ભારતીય જનતા પાર્ટીએ એ અત્યાર સુધીમાં એક પણ ઉમેદવારની યાદી જાહેર કરી નથી. આવા સમયે દરેકનું ધ્યાન માત્ર ને માત્રના ભાજપના ઉમેદવારોની યાદી પર છે. ત્યારે ગઈકાલથી જ વાતો ચાલતી હતી કે ભાજપ ગત મોડીરાત સુધીમાં ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. પરંતુ એવું થયું નહિ. આ દરમિયાન BJPની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હાથી. આ બેઠકમાં ગુજરતની તમામ 182 બેઠકના ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ આજે ભાજપની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે.

ભાજપના 110 ઉમેદવારોના નામ જાહે કરશે

મળતી માહિતી મુજબ ભાજપ આજે 10 વાગ્યે ઔપચારિક રીતે 110 ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. ગઈકાલે યોજાયેલી દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોના નામોને મંજૂરી આપવામાં આવી છે. તેમજ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા નેતા ભુપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ચૂંટણી લડી શકે છે. જયારે હાર્દિક પટેલ વિરમગામથી અને અલ્પેશ ઠાકોરને રાધનપુરથી પાર્ટીની ટિકિટ મળે તેવી શક્યતાઓ છે. તેમજ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાનું નામ પણ આ સંભવિત ઉમેદવારીના લીસ્ટમાં સામેલ છે.

આ પણ વાંચો : ભાજપે મોડી રાતે ઉમેદવારોને ફોન કરી આપી સૂચના, આપ્યું બેઠક સાથે લીસ્ટ

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, પૂર્વ મંત્રી સૌરભ પટેલ, પ્રદીપ જાડેજા અને ભુપેન્દ્ર ચુડાસમા જેવા ગુજરાતના આઠ નેતાઓ ચૂંટણી નહિ લડે. તેમજ મોરબીના પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતને ટિકિટ આપીને ચૂંટણી લડાવી શકે છે.

આપની એન્ટ્રીથી પડકાર

છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. છેલ્લા 5 વર્ષમાં કોંગ્રેસના ઘણા ધારાસભ્યોએ કોંગ્રેસે પાર્ટી છોડીને કેસરિયો ધારણ કર્યો છે. જેના કારણે આ વર્ષે વિધાનસભમાં ભાજપના સભ્યોની સંખ્યા 111 થઈ ગઈ છે. તેથી ભાજપ તમામ ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપી શકે તેમ નથી. તેમજ આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું આગમન થતા ભાજપ અને કોંગ્રેસ સામે પડકાર ઉભો થયો છે તેની સાથે જ વોટ વહેચાય શકે તેવી પણ શક્યતાઓ છે.

Back to top button