ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: આજે વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી ગુજરાતમાં કરશે ચૂંટણી પ્રચાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે તેવા સમયે દરેક રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચાર કરી રહી છે. તેમજ દરેક રાજકીય પાર્ટીઓનો ગુજરાત પ્રવાસ પણ વધી ગયો. મોટા ગજ્જાના નેતાઓ પણ ગુજરાતમા આવીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. થોડા સમય પહેલા જ ભાજપના પ્રચાર માટે યોગી આદિત્યનાથ, જે પી નડ્ડા જેવા મોટા ગજ્જાના નેતાઓ ગુજરાત પ્રવાસે હતા.

ત્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર માટે આવી રહ્યા છે. તેમજ રાહુલ ગાંધી પહેલીવાર ચૂંટણીમાં પાર્ટીની બે રેલીઓને સંબોધિત કરશે. રાહુલ ગાંધીએ આ ચૂંટણીમાં આજ સુધી રાજ્યમાં પાર્ટી માટે પ્રચાર કર્યો નથી. ભારત જોડો યાત્રામાં વ્યસ્ત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પ્રચારથી પણ અંતર રાખ્યું હતું. આ સાથે એ પણ જોવાનું રહેશે જે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બન્ને આજે ગુજરાતમાં છે.

ગાંધી આજે પહેલીવાર ગુજરાત ચૂંટણી પ્રચારમાં સામેલ, સંબોધશે રેલીઓ-humdekhengenews

જાણો સમગ્ર કાર્યક્રમ

આજે બપોરે 1 વાગ્યે સુરતમાં જિલ્લામા પ્રથમ રેલીને સંબોધશે. ત્યારેબાદ બપોરે 3 વાગ્યે રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે બીજી રેલીને સંબોધશે. આ સાથે એક મહત્વની વાત એ પણ છે કે ભારતા જોડો યાત્રા શરુ કાર્ય બાદ આ તેમનો પ્રથમ રાજકીય કાર્યક્રમ હશે.

બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગેએ રવિવારે ખેડૂતોને આપેલા વચનો પુરા ના કરવા માટે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમજ લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી), વળતર અને કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનમાં જોડાયેલા ખેડૂતો સામેના કેસ પાછા ખેંચવાના વચનો પણ પૂરા ન કરવાનો આરોપ લગાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાતને ગતરોજ એક વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે ખેડૂતો સાથે રહેલા અને એકતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : PM મોદી અચાનક પહોંચ્યા ગાંધીનગરમાં BJP કાર્યાલય, પાર્ટીના ટોચના નેતાઓ સાથે યોજી બેઠક

આ સાથે જ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કર્યું હતું કે, ખેડૂતોને ગાડી નીચે કચડી નાખનારી મોદી સરકારે ખેડૂતોને ખર્ચ ઉપરાંત 50 ટકા લઘુત્તમ ટેકાના ભાવ આપ્યા નથી. બલિદાન પામેલા 733 ખેડૂતોને વળતર પણ મળ્યું નથી અને તેમની સામેના કેસ પણ પાછા ખેંચવામાં આવ્યા નથી. તેમણે કહ્યું કે, ગયા વર્ષે આ ખાતરી પર ખેડૂતોએ આ દિવસે જ કિસાન વિજય દિવસની ઉજવણી કરી હતી. ખડગેએ કૃષિ કાયદાના વિરોધનો એક વીડિયો પણ શેર કર્યો છે. મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે આંદોલન દરમિયાન શહીદ થયેલા 700 થી વધુ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી.

Back to top button