ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: નર્મદા જિલ્લામાં શું ભાજપ કરી શકશે પ્રવેશ ? શું છે રાજકીય સમીકરણ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખો જાહેર થઇ ગઇ છે. 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થશે અને 8 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને જંગ જામ્યો છે. તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ ચૂંટણીમાં ખરાખરનો જંગ નવસારીમાં પણ જોવા મળશે. નર્મદા જિલ્લામાં આ વખત મજબૂત હરિફાઈ થવા જઈ રહી છે. નર્મદા જિલ્લામાં 2 બેઠકોનો સમાવેશ થાય છે. તો આવો નજરી કરીએ એક ચૂંટણીના સમિકરણ પર..

નાંદોદ બેઠક

નાંદોદ તાલુકો નર્મદા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. રાજપીપલા નાંદોદ તાલુકાનું મુખ્ય મથક છે. નાંદોદ છોટા ઉદેપુર લોકસભા બેઠકમાં આવે છે. એકબાજુ ભાજપ પોતાના વિકાસકામોની ગાથા ઘરે ઘરે પહોંચાડવા માટે પ્રયાસો કરી રહ્યું છે. તો કોંગ્રેસ બંધ બારણે રણનીતિ ઘડી રહી છે. આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ માટે માથાના દુઃખાવા સમાન સાબિત થઇ રહી છે. જેના કારણે ચૂંટણી વધુ રસપ્રદ બની ગઇ છે. ત્યારે હવે આ ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં કોણ બાજી મારે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ આવો એક નજરી કરીએ નર્મદાની નાંદોદ બેઠક પર..

2012માં ભાજપ અને 2017માં કોંગ્રેસનો વિજય થયો હતો

આ બેઠક પર 1962, 1967 અને 1972માં ચૂંટણી યોજાઈ હતી અને કોંગ્રેસનો વિજય થયો હતો. જોકે ત્યારબાદ એ બેઠકનું વિલીનીકરણ કરવામાં આવ્યું હતું. 2008માં નવા સિમાંકન બાદ આ બેઠક ફરી અસ્તિત્વમાં આવી હતી અને 2012 અને 2017માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 2012માં ભાજપ અને 2017માં કોંગ્રેસનો વિજય થયો હતો. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 1 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.

તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે.

1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન, 8 ડિસેમ્બરના રોજ પરિણામ 

વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં નાંદોદ વિધાનસભા ક્ષેત્રથી કોંગ્રેસના પ્રેમસિંહ વસાવાએ ભાજપના શબ્દશરણ તડવીને 6329 મતથી હરાવ્યા હતા. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં નાંદોદ વિધાનસભા ક્ષેત્રમાં કુલ 168277 મતદાન થયું. આ ક્ષેત્રમાં મતદાતાઓની કુલ સંખ્યા 220199 હતી.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ડેડીયાપાડા બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખો જાહેર થઇ ગઇ છે. 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થશે અને 8 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને જંગ જામ્યો છે. તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ ચૂંટણીમાં ખરાખરનો જંગ નર્મદા માં પણ જોવા મળશે. નર્મદા જિલ્લામાં આ વખત મજબૂત હરિફાઈ થવા જઈ રહી છે. તો આવો નજરી કરીએ નર્મદાની ડેડીયાપાડા બેઠક પર..

 નર્મદા જિલ્લામાં આવેલા કુલ 5 તાલુકાઓ પૈકીનું એક ડેડીયાપાડા મહત્વનું નગર અને તાલુકાનું મુખ્યમથક છે. આ તાલુકામાં મુખ્ય વસ્તી આદિવાસીઓની છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 10 પુરુષ અને 2 મહિલા મળી કુલ 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 1 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા જ્યારે 2 ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા 9 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.

તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે.

1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન, 8 ડિસેમ્બરના રોજ પરિણામ 

વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ડેડીયાપાડા વિધાનસભા ક્ષેત્રથી બીટીપીના મહેશ વસાવાએ ભાજપના મોતિલાલ વસાવાને 21751 મતોથી હરાવ્યા હતા. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ડેડીયાપાડા વિધાનસભા ક્ષેત્રમાં કુલ 165333 મતદાન થયું. આ ક્ષેત્રમાં મતદાતાઓની કુલ સંખ્યા 193550 હતી.

Back to top button