ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે આજ સાંજે 5 વાગ્યેથી ચૂંટણી પ્રચાર થશે બંધ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ પર જોશથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. આ વર્ષે ગુજરાત ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ છે. એટલે કે એક તરફ ભાજપ સતા કાયમ રાખવા, તો કોંગ્રેસ પરિવર્તન માટે અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગ પેસારો કરવા માટે એડીચીટીનું ચોર લગાવી રહી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. જેમાં પહેલા તબક્કાનું મતદાન 1લિ ડીસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5મી ડીસેમ્બરના રોજ યોજવાનું છે. હવે પહેલા તબક્કાના મતદાનને આડે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે પ્રથમ તબક્કાની 89 બેઠકોના પ્રચાર માટેનો આજે અંતિમ દિવસ છે. પ્રથમ તબક્કાની ચૂંટણી જે 89 બેઠકો માટે યોજાનાર છે. આ પ્રથમ તબક્કા માટે આજે સાંજે 5 પ્રચારના ભુંગળા શાંત થશે. આજે સાંજે 5 વાગ્યા પછી કોઇપણ પાર્ટી પ્રચાર નહિ કરી શકે. ઘર-ઘર પ્રચાર કે ખાટલા સભાઓ જેવી પ્રવૃત્તિ સ્વારૂપે પ્રચાર થઈ શકે છે.
આ પણ વાંચો : ગુજરાતમાં વધુ એક લઠ્ઠાકાંડ ? જૂનાગઢમાં કેફી પીણું પીવાથી બેના શંકાસ્પદ મોત
બે તબક્કામાં થશે મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1લી ડીસેમ્બર અને વીજ તબક્કાનું મતદાન 5 મી ડીસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડીસેમ્બરના રોજ થશે. પહેલા તબક્કામાં 89 બેઠકો માટે મતદાનની પ્રક્રિયા થશે. જેમાં કચ્છ, સોરાષ્ટ્રન અમોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઠ , અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહીત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જયારે બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન પ્રક્રિયા થશે. જેમ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવશ થાય છે.
ઉલ્લેખનીય છે, ગુજરાત ચૂંટણીમાં સૌરાષ્ટ્ર હંમેશા કેન્દ્રસ્થાને રહ્યું છે. ત્યારે આ વખ્તે દરેક રાજકીય પાર્ટીઓ માટે પણ સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર જોરશોર થી કરવામાં આવ્યો છે. પરંતુ ક્યાં રાજકીય પક્ષને ગુજરાતની જનતા પસંદ કરે છે ટે તો આવનાર દિવસોમાં જ ખબર પડશે.