ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આજથી થશે પ્રારંભ, ગણોતધારામાં બદલાવ કરાશે

Text To Speech
  • ગુજરાત જળસંપતિ વિકાસ નિગમના વાર્ષિક અહેવાલ રજૂ કરાશે
  • આજે બપોરે બાર વાગે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું છે
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે

ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આજથી પ્રારંભ થશે. જેમાં ગણોતધારામાં બદલાવ કરાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે. રાજ્યપાલના સંબોધન બાદ ગૃહમાં શોક દર્શક ઉલ્લેખ રજૂ થશે. તથા સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્યોને ગૃહમાં શ્રદ્ધાંજલિ અપાશે.

આ પણ વાંચો: ગુજરાતના વાતાવરણમાં ઠંડી ઘટી, જાણો શું છે અંબાલાલ પટેલની આગાહી 

ગુજરાત જળસંપતિ વિકાસ નિગમના વાર્ષિક અહેવાલ રજૂ કરાશે

આજે વિધાનસભા સત્રમાં શરૂઆતના 15 મિનિટ રાજપાલનું સંબોધન કરવામાં આવશે. ત્યાર બાદ શોક પ્રસ્તાવ રહેશે. ગુજરાત જળસંપતિ વિકાસ નિગમના વાર્ષિક અહેવાલ, ગુજરાત મેટ્રોકોર્પોરેશનનો વાર્ષિક અહેવાલ, નવસારી કૃષિ યુનિવર્સિટીનો વાર્ષિક અહેવાલ, ગુજરાત રાજય નાણાકિય નિગમનો વાર્ષિક ઓડિટ અહેવાલ, ઉપરાંત 2024નું ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક રજુ કરવામાં આવશે. વિધાનસભાના સત્ર દરમિયાન 11 જેટલા વિવિધ બિલ રજૂ કરવામાં આવશે.

આજે બપોરે બાર વાગે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું છે

સત્રના પ્રથમ દિવસે જ ગૃહમાં બિલ રજૂ થશે. તેમાં મહેસુલ વિભાગનું બિલ ગૃહમાં રજૂ થશે. તેમજ ગણોતધારામાં રાજ્ય સરકાર બદલાવ કરશે. તથા કેટલીક જમીન જે બિનખેતી નહોતી થતી તેમા સુધારા કરાશે. અને 30 જુન,2015 પહેલા ખરીદેલી જમીન બિનખેતી કરવા જોગવાઈ કરાશે. અરજીની તારીખ લંબાવવા માટે બિલમાં જોગવાઈ કરાશે. આજે બપોરે બાર વાગે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું છે.

Back to top button