
- જમીનનો કબજો મામલતદાર દ્વારા સરકાર હસ્તક લેવામાં આવ્યો
- 11 વર્ષ પૂર્વેનો દાવો અને ઓર્ડર સામેનો સ્ટે ફ્ગાવી દેવાતા કાર્યવાહી
- જૂનાગઢ કોર્ટમાં 2012 ની સાલમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો
ગુજરાતમાં આશારામની મુશ્કેલીઓ વધી છે. જેમાં આશ્રમની જમીનનો કબજો સરકાર હસ્તક થયો છે. તેમાં જૂનાગઢમાં આશારામ આશ્રમની જમીનનો કબજો આખરે સરકાર હસ્તક લેવામાં આવ્યો છે. ધારાગઢ દરવાજા પાસેની નવાબ સમયની દસ્તુરી જમીનના મામલે નિર્ણય આવી ગયો છે.
આ પણ વાંચો: અમદાવાદની હવા અશુદ્ધ બની, જાણો કયા વિસ્તારમાં ખતરનાક છે વાયુ પ્રદુષણ
11 વર્ષ પૂર્વેનો દાવો અને ઓર્ડર સામેનો સ્ટે ફ્ગાવી દેવાતા કાર્યવાહી
11 વર્ષ પૂર્વેનો દાવો અને ઓર્ડર સામેનો સ્ટે ફ્ગાવી દેવાતા કાર્યવાહી થઇ છે. જમીનનો કબજો મામલતદાર દ્વારા સરકાર હસ્તક લેવામાં આવ્યો છે. જૂનાગઢમાં ધારાગઢ દરવાજા પાસે આવેલ આંબાવાડીની જમીન મામલે આશારામજી આશ્રમ દ્વારા 11 વર્ષ પહેલા કરવામાં આવેલો દાવો અત્રેની સિવિલ કોર્ટ દ્વારા ના મંજુર કરી દેવામાં આવ્યા બાદ ઓર્ડર સામેનો સ્ટે પણ કોર્ટે નામંજુર કરી દેતા આ જમીનનો કબજો આજે મામલતદાર દ્વારા સરકાર હસ્તક લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: આબુ જ્ઞાન સરોવરના ડિરેક્ટર તરીકે ભરૂચ બ્રહ્મકુમારી કેન્દ્રનાં પ્રભાદીદી નિમાયા
જૂનાગઢ કોર્ટમાં 2012 ની સાલમાં દાવો દાખલ કરવામાં આવ્યો
કેસની વિગત એવી છે કે, મનપા હદમાં ધારાગઢ દરવાજા પાસે આવેલ આંબાવાડીની સર્વે નંબર 34 અને 36 પૈકી એકર-2-20 ગુંઠા સંબંધે કલેકટર જૂનાગઢ દ્વારા તા.11 જુન 2002 ના આદેશથી દસ્તુરી ભરવાનું ખાનું બંધ કરવાનો આદેશ કરેલ હતો. જે ખાસ સચિવ મહેસુલ વિભાગ અમદાવાદમાં રીવીઝનમાં પણ કાયમ રહેલ હોય તે બધા હુકમો ગેરકાયદેસર ઠરાવવા અંગે મોટેરા અમદાવાદ સ્થિત આશારામ આશ્રમના ટ્રસ્ટીઓ આશારામજી ટી.હરપલાણી, નારાયણ આશારામજી, કૌશિક પી.વાણી, સુરેશ લાલચંદ દૈવનાણી, આસુદેવ દિવાનચંદ લુહાણા, અજય એસ.શર્મા દ્વારા આ જમીન મામલે જૂનાગઢ કોર્ટમાં 2012 ની સાલમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો.
આશારામ આશ્રમના ટ્રસ્ટીઓનો દાવો ના મંજુર
જે જમીન નવાબના સમયથી આપવામાં આવતી હતી, જેમાં જમીનની માલિકી સરકારની અને તેના ઉપર ઊગેલ આંબાની માલિકી અને ફ્ળ લેવાનો અધિકાર જે તે આસામીઓનો હતો. આવા અધિકારને દસ્તુરી કહેવામાં આવતી હતી. આ રીતે હાલની મૂળ જમીન જૂનાગઢ રાજ્ય દ્વારા આરબ આમદબિન હસનને આપવામાં આવેલ હતી, ત્યાર બાદ ઉત્તરોતર વેચાણ થતા આ જમીન આશ્રમના ટ્રસ્ટીઓ પાસે આવેલ હતી. જે જમીન મુદ્દેનો દાવો અંગે મુખ્ય સિનીયર સિવિલ જજ રામેશ્વર મીરાણી દ્વારા આશારામ આશ્રમના ટ્રસ્ટીઓનો દાવો ના મંજુર કરી દીધો હતો.