ગુજરાત : કેનેડા, અમેરિકા, બ્રિટન જતાં વિદ્યાર્થીઓમાં 41% નો ઘટાડો થતા 600 જેટલી IELTS ઈન્સ્ટિટ્યૂટ બંધ


- અમદાવાદમાં સ્થિત IELTSની નોંધણી કરતી સંસ્થામાં પણ આ નોંધનીય ઘટાડો
- વર્ષના પ્રારંભે જ વિદેશ જતાં વિદ્યાર્થીમાં 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો
- મોટા ભાગના વિદ્યાર્થીઓ સેલ્ફ એપ્લાય કરતાં હોવાથી પણ આ પરિસ્થિતિ આવી
અમેરિકા, કેનેડા અને યુ.કે.માં ઉત્તરોત્તર નિયમોમાં કડકાઈ અને બદલાવને કારણે ગુજરાતમાં ચાલતા 600 IELTS (ઈન્ટરનેશનલ ઈંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ)ના ક્લાસીસ બંધ થઈ ગયા છે. શહેરની જાણીતી માર્કેટિંગ એજન્સી ધરાવતી સંસ્થાના આંકડા અનુસાર, અમદાવાદમાંથી કેનેડા મોકલતા એજન્ટોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાંથી કેનેડા જતાં વિદ્યાર્થીઓમાં 41 ટકાનો નોંધનીય ઘટાડાને કારણે તેની સીધી અસર IELTSના વર્ગો પર પડી છે. જેના પરિણામે 600 જેટલાં IELTSના ઈન્સ્ટિટ્યૂટ થોડા જ મહિનામાં બધ થવા પામ્યા છે.
વર્ષના પ્રારંભે જ વિદેશ જતાં વિદ્યાર્થીમાં 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો
અગાઉ પાંચ વર્ષ પહેલાં IELTSના ક્લાસીસની સંખ્યા હતી તેનો એક વર્ષ પહેલાં ધરખમ ડાઉન બાદ ફરી એકવાર ઈન્સ્ટિટ્યૂટ મોટી સંખ્યામાં બંધ કરવા પડ્યા છે. હાલમાં જ 11મી માર્ચ 2025ના રિપોર્ટ અનુસાર, ત્રણ જ મહિનામાં 2024ની સરખામણીમાં વર્ષના પ્રારંભે જ વિદેશ જતાં વિદ્યાર્થીમાં 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સર્વે અનુસાર દેશના 89,2989 વિદ્યાર્થીઓની સામે 75, 9063 વિદ્યાર્થીઓએ વિદેશ જવા માટે અરજી કરી છે. જે 13 ટકાનો રાષ્ટ્રીય ઘટાડો જોઈ શકાય છે. તેની સામે ગુજરાતમાં તેની વ્યાપક અસર પડતાં ઇન્સ્ટિટયૂટસની સંખ્યામાં ઘટાડો 30 ટકા કરતાં પણ વધુ હોવાની સંભાવના છે.
અમદાવાદમાં સ્થિત IELTSની નોંધણી કરતી સંસ્થામાં પણ આ નોંધનીય ઘટાડો
અમદાવાદમાં સ્થિત IELTSની નોંધણી કરતી સંસ્થામાં પણ આ નોંધનીય ઘટાડો જોવા મળ્યો છે. બિનસત્તાવાર રીતે આ સંસ્થા સાથે સંકળાયેલા ફેકલ્ટીએ જણાવ્યું હતું કે, ‘મોટા ભાગના વિદ્યાર્થીઓ સેલ્ફ એપ્લાય કરતાં હોવાથી પણ IELTSમાં ઘટાડો જોવા મળ્યો હતો.’
આ પણ વાંચો: અમદાવાદ: 20 દિવસમાં ટ્રાફિક નિયમ ભંગના 2 લાખથી વધુ કેસ, જાણો દંડનો આંકડો