ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: અરવલ્લીનો સૌથી મોટો વાત્રક ડેમ 96% ભરાયો, કૂવા અને બોરના જળસ્તર ઊંચા આવ્યા

Text To Speech
  • 100 ફૂટ ઊંડા કૂવા પણ ભરાવાની અણી ઉપર આવીને ઊભા છે
  • ઉનાળુ સિઝનમાં સિંચાઈની કોઈ તકલીફ પડશે નહીં તેવું ખેડૂતો જણાવી રહ્યા છે
  • વૈડીમાં 1212 ક્યુસેક, ગોરઠીયામાં 1200 ક્યુસેક પાણીની આવક

ગુજરાત રાજ્ય સહિત ઉત્તર ગુજરાતમાં શ્રાવણના પાછોતરા દિવસોથી શરૂ થયેલી મેઘ સવારી ભાદરવામાં ભરપૂર જોવા મળી છે. જેના કારણે સાબરકાંઠા-અરવલ્લીના 13 જળાશયો પૈકી 6 હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યાં છે. અરવલ્લી જિલ્લાનો સૌથી મોટો વાત્રક ડેમ 96 ટકા ભરાઈ ચૂક્યો છે.

આ પણ વાંચો: સુરતના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર કૈલાશ ભોયાની વલસાડથી ધરપકડ 

ઉનાળુ સિઝનમાં સિંચાઈની કોઈ તકલીફ પડશે નહીં તેવું ખેડૂતો જણાવી રહ્યા છે

ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે અને જેના કારણે કૂવા અને બોરના જળસ્તર ઊંચા આવ્યાં છે. આગામી રવી તેમજ ઉનાળુ સિઝનમાં સિંચાઈની કોઈ તકલીફ પડશે નહીં તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. ભાદરવામાં પણ મેઘાની તોફાની બેટીંગના પગલે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ બંન્ને જિલ્લામાં આવેલા 13 જેટલા મુખ્ય જળાશયોમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવકના પગલે સિંચાઈ વિભાગ એલર્ટ મોડ પર છે. અરવલ્લીનો સૌથી મોટો વાત્રક ડેમ 96 ટકા સુધી ભરાઈ ગયો છે. બીજી તરફ તમામ જળાશયોમાં આજે તા. 12 સપ્ટેમ્બર-2024, 7:00 કલાકની સ્થિતિએ પાણીની આવક નોંધાઈ છે. જવાનપુરા ડેમમાં 1500 ક્યુસેક, વૈડીમાં 1212 ક્યુસેક, ગોરઠીયામાં 1200 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી.

100 ફૂટ ઊંડા કૂવા પણ ભરાવાની અણી ઉપર આવીને ઊભા છે

સાબરકાંઠા-અરવલ્લીમાં ભાદરવો ભરપૂર વરસતાં 100 ફૂટ ઊંડા કૂવા પણ ભરાવાની અણી ઉપર આવીને ઊભા છે. હાલ અનેક વિસ્તારોમાં કૂવાના પાણીનું લેવલ જમીન સુધી આવી ગયું છે. જેથી રવી તેમજ ઉનાળુ વાવેતર સારું થશે અને બમ્પર ઉત્પાદન થશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. સાબરકાંઠા-અરવલ્લીમાં ભાદરવામાં ભરપૂર વરસાદ પડયો છે. જેમાં બંને જિલ્લામાં અનેક વિસ્તારોમાં 100 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જો કે તેમ છતાં પણ 7 જળાશયો સંપૂર્ણ ભરાયાં નથી. ગુહાઈ ડેમ 54.59 ટકા જ ભરાયો છે. હાથમતી 76.92 ટકા, મેશ્વો 83.17 ટકા, ખેડવા 68.81, વરાંસી 73.58, ગોરઠીયા 82.41 ટકા અને ધરોઈ ડેમ 75.03 ટકા જ ભરાયો છે.

Back to top button