ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: GST બોગસ બિલિંગ કૌભાંડ અટકાવવા વધુ એક પ્રયાસ

Text To Speech
  • રિટર્ન ભરનારની જવાબદારી નક્કી થશે
  • કાગળ પર કંપની ઊભી કરીને એક જ જગ્યાએથી રિટર્ન ભરે છે તેની પર તવાઈ
  • હવે બોગસ બિલિંગ સામે કાર્યવાહી સરળતાથી થઈ શકશે

ગુજરાતમાં GST બોગસ બિલિંગ કૌભાંડ અટકાવવા વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ રાજ્યની કંપનીના જીએસટી રિટર્ન એક સ્થળેથી ભરાશે તો તવાઇ આવશે. રિટર્નની જાણકારી તાત્કાલિક જીએસટીના અધિકારીઓને મળી રહેશે. તથા બોગસ બિલિંગ સામે કાર્યવાહી સરળતાથી થઈ શકશે.

આ પણ વાંચો: ગુજરાતમાં જામ્યો ઠંડીનો માહોલ, જાણો કયુ શહેર બન્યુ ઠંડુગાર 

કાગળ પર કંપની ઊભી કરીને એક જ જગ્યાએથી રિટર્ન ભરે છે તેની પર તવાઈ

જીએસટી રિટર્ન ભરતી વખતે કરદાતા દ્વારા જે સ્થળેથી રિટર્ન ભરતા હોય તેની જાણકારી મેન્યૂઅલી ભરી શકતા હતા, પરંતુ આગામી દિવસોમાં જે જગ્યાએથી રિટર્ન ભરાશે તે સ્થળની વિગત પોર્ટલ પર જીપીએસના આધારે જ લઇ લેવાશે. તેના કારણે અલગ અલગ રાજ્યમાં આવેલી કંપનીના રિટર્ન એક જ જગ્યાએથી ભરાશે તો તેની જાણકારી તાત્કાલિક જીએસટીના અધિકારીઓને મળી રહેશે. જીએસટી રિટર્ન ક્યાંથી ભરાયું તેની જાણકારી અધિકારીઓને પોર્ટલ પર આઇપી એડ્રેસના આધારે મેળવી લીધા બાદ તે રિટર્ન કરદાતાએ જાતે ભર્યુ છે કે અન્ય કોઇએ તેની પણ વિગતો પોર્ટલ પરથી મળી રહેવાની છે. આવી વિગતોના કારણે બોગસ બિલિંગના કેસ શોધવામાં અધિકારીઓને સૌથી વધુ સરળતા રહેવાની છે. આમ જે લોકો કાગળ પર કંપની ઊભી કરીને એક જ જગ્યાએથી રિટર્ન ભરે છે તેની પર તવાઈ આવશે.

રિટર્ન ભરનારની જવાબદારી નક્કી થશે

જીએસટી પોર્ટલ પર પહેલા મેન્યૂઅલી વિસ્તારનું નામ લખવામાં આવતું હતું તે બંધ કરીને આઇપી એડ્રેસના આધારે ડિટેઇલ ભરપાઇ થવાના લીધે કોના દ્વારા રિટર્ન ભરવામાં આવે છે તેની પણ જાણકારી મળી રહેશે. આમ બોગસ બિલિંગ કૌભાંડમાં બહાર આવે તો વેપારીની સાથે સાથે રિટર્ન ભરનારની સામે પણ કાર્યવાહી સરળતાથી થઈ શકશે.

Back to top button