ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: મુંદ્રામાં 32.47 લાખના કોકેઇનના કેસમાં વધુ એક આરોપી પંજાબથી ઝડપાયો

Text To Speech
  • પ્રાગપર પોલીસ મથકના પીઆઇ ડી.ડી. શિમ્પીને સોંપવામાં આવી હતી
  • આ કેસમાં મદદગાર પંજાબના યુવાનનું નામ ખુલ્યું હતુ
  • પંજાબ જઇને આરોપીને પકડી પાડયો હતો

મુંદ્રાના શ્રીજીનગર દેવાંગ ટાઉનશીપમાં રહેણાકના મકાનમાંથી પંજાબના કુલદીપસિંગ સવિન્દ્રસિંગ મજબી (શીખ) નામના યુવકને પોલીસે 32.47 લાખના કોકેઇનના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. ગુનાની તપાસ પ્રાગપર પોલીસને સોંપાઇ હતી. આ કેસમાં મદદગાર પંજાબના યુવાનનું નામ ખુલ્યું હતુ.

આ કેસની ક્રોસ તપાસ પ્રાગપર પોલીસ મથકના પીઆઇ ડી.ડી. શિમ્પીને સોંપવામાં આવી

પ્રાગપર પોલીસની એક ટીમ પંજાબ પહોંચીને મદદગાર આરોપીને ઝડપી પાડીને ડ્રગ્સના મુખ્ય સુત્રધાર સપ્લાયરને ઝડપી લેવા જીણવટ ભરી તપાસ શરૂ કરી છે. પંજાબના મનોચહલ ગામના અને મુંદ્રા ખાતે રહેતા કુલદીપસિંગ સવિન્દ્રસિંગ મજબી શીખ (ઉ.વ.38)ને મુંદ્રા પોલીસે ગત 11 જાન્યુઆરીના તેના ઘરમાંથી 32 લાખ 47 હજારની કિંમતના કોકેઇનના જથ્થા સાથે પકડી લીધો હતો. આ કેસની ક્રોસ તપાસ પ્રાગપર પોલીસ મથકના પીઆઇ ડી.ડી. શિમ્પીને સોંપવામાં આવી હતી.

પોલીસે કુલદીપસિંગના 10 દિવસના રિમાન્ડ મેળવીને પુછપરછ કરી

પોલીસે કુલદીપસિંગના 10 દિવસના રિમાન્ડ મેળવીને પુછપરછ કરતાં તેણે પંજાબના પોતાના ગામે રહેતા સુખદીપસિંગની મદદથી કોકેઇન ડ્રગ્સ વેચવા માટે મેળવ્યું હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું. જેથી પ્રાગપર પોલીસની એક ટીમ પંજાબ પહોંચી હતી. અને તરનતારણ જિલ્લાના મનોચલ ગામેથી આરોપી સુખદીપસિંગ ઉર્ફે સુખ દર્શનસિંગ મજબી (શીખ) ઉ.વ.20ને પકડીને લઇ આવી હતી.

પોલીસે પંજાબ જઇને આરોપીને પકડી પાડયો હતો

તપાસનીશ અધિકારી ડી.ડી શિમ્પીએ જણાવ્યું હતું. સુખદીપસિંગે કુલદીપસિંગને કોકેઇન મેળવી આપ્યું હતુ. હાલ આરોપીના રિમાન્ડની તજવીજ સાથે કોકેઇનના સપ્લાયર મુખ્ય સુત્રધાર કોણ છે. તે જાણવા તપાસ ચાલી રહી છે. મુખ્ય સુત્રધાર પકડાયા પછી આરોપીએ કચ્છ, ગુજરાતમાં કોને કોને કોકેઇનનો જથ્થો મોકલ્યો છે. તે સહિતની વિગતો બહાર આવશે. પ્રાગપર પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર એમ.કે.દામા, ભરતભાઇ ગેલોત, ઇશ્વરભાઇ ચૌધરી, રાજેન્દ્ર જેસર સહિતની ટીમ પંજાબ જઇને આરોપીને પકડી પાડયો હતો.

આ પણ વાંચો: અમદાવાદનો આ બ્રિજ આજથી એક મહિના સુધી રહેશે બંધ, જાણો વૈકલ્પિક રસ્તા

Back to top button