ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: રૂપાલાના વિવાદિત નિવેદનને લઇ ક્ષત્રિય સમાજમાં રોષ, રાજ્યવ્યાપી ઉપવાસ આંદોલન શરૂ થશે

Text To Speech
  • રાજપૂત ભવન ખાતે યોજાઈ ક્ષત્રિય અગ્રણીઓની બેઠક
  • બેઠકમાં આંદોલનને ‘ઓપરેશન ભાજપ’ નામ અપાયું
  • 24 તારીખથી ગુજરાતનાં તમામ આસ્થા કેન્દ્ર પરથી ધર્મરરથ નીકળશે

ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઇ ક્ષત્રિય સમાજમાં રોષ છે. જેમાં રાજ્યવ્યાપી ઉપવાસ આંદોલન શરૂ થશે. અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સમાજની બેઠક પૂર્ણ થઇ છે. ગઇકાલે ગોતામાં રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી. બેઠકમાં આંદોલનને ‘ઓપરેશન ભાજપ’ નામ અપાયું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીથી મળી રાહત, જાણો તાપમાન વધવાની શું છે હવામાન વિભાગની આગાહી 

રાજપૂત ભવન ખાતે યોજાઈ ક્ષત્રિય અગ્રણીઓની બેઠક

અમદાવાદના ગોતામાં રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. રૂપાલાના વિવાદિત નિવેદનને લઇ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેને લઇ તમામ જિલ્લાઓમાં ઉપવાસ આંદોલનની ચિમકિ ઉચારી છે. બેઠક બાદ ક્ષત્રિય આગેવાન કરણસિંહનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, જે સમાજે સમર્થન આપ્યું તે સમાજની બહેનો ગોતા ભવન ખાતે ઉપવાસ કરશે. ક્ષત્રિય આગેવાન કરણસિંહે બેઠકમાં થયેલી ચર્ચાને લઇ જણાવ્યું હતું કે, એક દિવસના પ્લાનિંગ પછી પ્રતીક ઉપવાસ પર ક્ષત્રિય સમાજની બહેનો છે, જે સમાજે સમર્થન આપ્યું તે સમાજની બહેનો ગોતા ભવન ખાતે ઉપવાસ પર બેસશે. 7 તારીખ સુધી દરેક જિલ્લામાં ઉપવાસ ચાલુ રહેશે. આ બેઠકમાં 20થી વધુ સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા.

24 તારીખથી ગુજરાતનાં તમામ આસ્થા કેન્દ્ર પરથી ધર્મરરથ નીકળશે

ધર્મરથને લઇ કરણસિંહે કહ્યું હતું કે, 24 તારીખથી ગુજરાતનાં તમામ આસ્થા કેન્દ્ર પરથી ધર્મરરથ નીકળશે. ધર્મરરથને લઇ મંજૂરી આપવા રજૂઆત પણ કરવામાં આવી છે. આ સાથે વધુમાં કરણસિંહે જણાવ્યું હતું કે, વડાલીમાં ક્ષત્રિય યુવાનોની અટકાયત કરવામાં આવી છે. વહીવટી તંત્ર ખોટા ઇશ્યૂ ઉભા ના કરેને લઇ રોષ વ્યક્ત કર્યો હતો. માલધારી આગેવાન દશરથ દેસાઈએ કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજને અમારો ટેકો છે અને ક્ષત્રિયોની કોઈપણ સમસ્યામાં અમે સાથે રહ્યા છીએ. 40થી 42 સીટમાં અમે સરકારને નારાજગી બતાવી રહ્યા છીએ.

Back to top button