ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: સાયબર સ્લેવના નામના ઇન્ટરનેશનલ રેકેટથી ખળભળાટ મચી ગયો

  • સરકારના ગૃહ અને વિદેશ મંત્રાલયે હરકતમાં આવી જઇ રેસ્કયુ સ્ટ્રેટજી અપવાની
  • સુરતીઓ કંબોડિયામાં કોઇ રેકેટનો ભોગ બન્યા છે કે કેમ એ અંગે હાલ ગુપ્ત રાહે તપાસ ચાલી રહી છે
  • વિએટનામ, મ્યાનમારમાં પણ આ પ્રકારે ભારતીયોને સાયબર ગુલામના રેકેટમાં ધકેલવામાં આવી રહ્યા છે

ગુજરાતમાં સાયબર સ્લેવના નામના ઇન્ટરનેશનલ રેકેટથી ખળભળાટ મચી ગયો છે. જેમાં ગરજવાન યુવકોને નોકરીના નામે કંબોડિયા બોલાવી સાઇબર ગુલામ બનાવી દેવાય છે. ભારતીય યુવાનોને કમ્પ્યૂટર પર બેસાડી ભારતના જ લોકોને સાઇબર ફ્રોડમાં ફસાવવા મજબૂર કરાય છે. જેમાં ચારેક માસ પહેલાં કંબોડિયામાં 5 હજાર ઇન્ડિયન્સ સાયબર સ્લેવના રેકેટમાં ફસાયા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં AMC ફાયરબ્રિગેડને હાઈટેક બનાવવા રૂ.97 કરોડનો ખર્ચ કરાશે, જાણો કયા સાધનો ખરીદાશે 

સરકારના ગૃહ અને વિદેશ મંત્રાલયે હરકતમાં આવી જઇ રેસ્કયુ સ્ટ્રેટજી અપવાની

સરકારના ગૃહ અને વિદેશ મંત્રાલયે હરકતમાં આવી જઇ રેસ્કયુ સ્ટ્રેટજી અપવાની છે. હવે સાયબર સ્લેવના નામના ઇન્ટરનેશનલ રેકેટથી ખળભળાટ મચી ગયો છે. દેશના નોકરીવાંચ્છુ યુવકોને ઊંચા પગારે નોકરીની લાલચ આપી કંબોડિયા બોલાવાઇ રહ્યા છે. લોભામણી સ્કીમમાં ફસાઇ ઊંચા-ઊંચા સપના જોઇ કંબોડિયા પહોંચેલા ભારતના યુવકોને કંબોડિયન્સ સાઇબર માફિયા સાયબર ગુલામ (સાયબર સ્લેવ) બનાવી દેવાનું નેટવર્ક ચલાવી રહ્યા છે. કોલ સેન્ટર જેવા મોટા હોલમાં કોમ્પ્યુટર કે લેપટોપ સામે ગરજવાન યુવકોને બેસાડી દેવાય છે અને અહીંથી જ ભારતીય નાગરિકોને રેન્ડમલી કોલ કરી સાયબર ક્રાઇમ કરવા મજબૂર કરાઇ રહ્યા છે. કંબોડિયામાં ભારતીય યુવકોનું શોષણ કરાઇ રહ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.

વિએટનામ, મ્યાનમારમાં પણ આ પ્રકારે ભારતીયોને સાયબર ગુલામના રેકેટમાં ધકેલવામાં આવી રહ્યા છે

કંબોડિયા દેશ ઉપરાંત લાઓસ, વિએટનામ, મ્યાનમારમાં પણ આ પ્રકારે ભારતીયોને સાયબર ગુલામના રેકેટમાં ધકેલવામાં આવી રહ્યા છે. ચારેક માસ પહેલાં કંબોડિયામાં 5 હજાર ઇન્ડિયન્સ સાયબર સ્લેવના રેકેટમાં ફસાયા હોવાના ઇનપુટ મળતા કેન્દ્ર સરકાર ચોંકી ગઇ હતી. સરકારના ગૃહ અને વિદેશ મંત્રાલયે હરકતમાં આવી જઇ રેસ્કયું સ્ટ્રેટજી અપવાની કંબોડિયામાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા કમર કસી હતી. બીજી તરફ કેન્દ્ર સરકારે દરેક રાજ્યની સરકારને છેલ્લાં છ માસમાં કેટલાં યુવકો કંબોડિયા કે આજુબાજુના દેશોમાં ગયા? કેટલાં ત્યાંથી પરત ફર્યા? પરત ફર્યા તો સાયબર સ્લેવનો ભોગ બન્યા છે કે કેમ? તે અંગે તપાસ કહો કે સર્વે કરવા આદેશ કર્યો હતો. જે અંતર્ગત રાજ્ય સરકારે સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપી હતી.

સુરતીઓ કંબોડિયામાં કોઇ રેકેટનો ભોગ બન્યા છે કે કેમ એ અંગે હાલ ગુપ્ત રાહે તપાસ ચાલી રહી છે

છેલ્લાં છ માસમાં કેટલાં યુવકો સુરતથી કંબોડિયા ગયા? અને કેટલા પરત ફર્યા? તે અંગે માહિતી મેળવવાની શરૂ કરી દેવાઇ છે. અમરોલી, ઉત્રાણ, સરથાણા, કતારગામ, કાપોદ્રા પોલીસને સંકલનમાં રાખી સાયબર સેલે કંબોડિયા ગયેલા સુરતીઓ ફરતે તપાસ કેન્દ્રિત કરી છે. કંબોડિયા-વિયેટનામથી પરત ફરેલા યુવકોને પોલીસ દ્વારા કોલ કરી ખરાઇ પણ કરાઇ રહી છે. સુરતીઓ કંબોડિયામાં કોઇ રેકેટનો ભોગ બન્યા છે કે કેમ એ અંગે હાલ ગુપ્ત રાહે તપાસ ચાલી રહી છે. આગામી દિવસોમાં સાયબર સેલ સંપૂર્ણ તપાસ કરી અહેવાલ ઉપરી અધિકારીઓને રજૂ કરનાર હોવાનું જાણવા મળે છે.

Back to top button