ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત : અમરેલી પંથકમાંથી શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી

Text To Speech
  • હવે વિદ્યાર્થીઓ શિક્ષણના ધામમાં અસુરક્ષિત બન્યા છે
  • ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચરતો હોવાની વાત સામે આવી
  • અમરેલી પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી

અમરેલી પંથકમાંથી શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે. અમરેલીના કુકાવાડા રોડ પર આવેલી શાળામાં શિક્ષકે બે વિદ્યાર્થીઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. છેલ્લા 8 દિવસથી આ હેવાન શિક્ષક અવાર નવાર વિદ્યાર્થીનીઓને પોતાની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચરતો હોવાની વાત સામે આવી છે.

અમરેલી પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી

ફરિયાદ નોંધાતા અમરેલી પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી જિલ્લાના કુકાવાડની ભારતનગર પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્ર પટેલ વિરૂદ્ધ ગંભીર આક્ષેપો લાગ્યા છે. આરોપી શિક્ષક વિદ્યાર્થીનીઓને પોતાની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચારતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. પ્રાથમિક શાળામાં ધોરણ 4ની 2 વિદ્યાર્થીઓને સાથે ગંદી હરકતો કરતાં રંગેહાથ ઝડપાયો છે.

હવે વિદ્યાર્થીઓ શિક્ષણના ધામમાં અસુરક્ષિત બન્યા છે

આરોપી શિક્ષક વિરૂદ્ધ પોક્સો હેઠળ ગુન્હો નોંધાયો છે. ફરિયાદ બાદ અમરેલી પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે ગુરૂ અને શિષ્યના સંબંધોને શર્મસાર કરતા આ બનાવ વિશે જાણ થતાં વાલીઓમાં પોતાના બાળકોને લઇને ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. હવે વિદ્યાર્થીઓ શિક્ષણના ધામમાં અસુરક્ષિત બન્યા છે.

આ પણ વાંચો: ગુજરાત : માર્ચમાં રેકૉર્ડ તોડ ગરમી પડશે, જાણો શું છે IMDની મોટી ચેતવણી

Back to top button