ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલાતા એલર્ટ જાહેર

  • હાલ નર્મદા ડેમની સપાટી 134.75 પર પહોંચી ગઈ છે
  • ભરૂચ નજીકથી વહેતી નર્મદા નદીની જળસપાટી વધે તેવી સંભાવના
  • ભરૂચ અને નર્મદા જિલ્લાના કાંઠા વિસ્તારને એલર્ટ કરી દેવાયા

ગુજરાતના સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલાતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ તેની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે. હાલ નર્મદા ડેમની સપાટી 134.75 પર પહોંચી ગઈ છે. ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના 13 દરવાજા ખોલી હજુ 4 લાખ ક્યુસેક પાણી છોડતા આ પાણી સવારમાં નર્મદા સરદાર સરોવરમાં આવી ગયું હતું.

આ પણ વાંચો: અમદાવાદ: અન્ય રાજયમાંથી ડ્રગ્સ લાવીને સિલેક્ટેડ ગ્રાહકોને વેચવાનું કૌભાંડ ઝડપાયુ 

સિઝનમાં પહેલી વખત આજે નર્મદા ડેમના દરવાજા ખોલાયા

સિઝનમાં પહેલી વખત આજે નર્મદા ડેમના દરવાજા ખોલાયા છે. જેમાં 87% નર્મદા ડેમ ભરાયો તથા 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. સિઝનમાં પહેલીવાર 134.75 મીટરની સપાટીએ પહોંચ્યો છે. વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠાના ગામોને સાબદાં કરાયા છે. સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા સિઝનમાં પહેલી વખત ખોલાયા હોવાથી વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠાના ગામોને સાવચેતીના કારણે સાબદા કરાયા છે. આજરોજ ડેમની જળ સપાટી 134.75 મીટર પહોંચી છે. નદીમાં પાણીની આવક પોણા ચાર લાખ ક્યુસેક થઈ હતી.

ભરૂચ અને નર્મદા જિલ્લાના કાંઠા વિસ્તારને એલર્ટ કરી દેવાયા

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં આવેલા ઓમકારેશ્વરના 18 ગેટ અને ઈન્દિરા સાગર ડેમના 12 દરવાજા ખોલી 4 લાખ ક્યૂસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે. જેના કારણે સરદાર સરોવરમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને ગઇકાલે 133.45 મીટર થઈ ગઈ હતી અને પાણીની આવક પોણા ચાર ક્યુસેક છે. ડેમના દરવાજા સવારે ખોલાતા એલર્ટ જારી કરાયું છે. વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લાના કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદી કાંઠાના વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના કાંઠા વિસ્તારને એલર્ટ કરી દેવાયા છે. ડેમના દરવાજાને સમયાંતરે ખોલીને શરૂઆતમાં 95 હજાર ક્યુસેક અને ત્યાર બાદ 2.45 લાખ ક્યૂસેક નર્મદા નદીમાં છોડવામાં આવી શકે છે.

ભરૂચ નજીકથી વહેતી નર્મદા નદીની જળસપાટી વધે તેવી સંભાવના

ભરૂચ નજીકથી વહેતી નર્મદા નદીની જળસપાટી વધે તેવી સંભાવના છે. આ અંગે મળતી માહિતી મુજબ આજરોજ નર્મદા નદીમાં ડેમમાંથી આશરે બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તેવી સંભાવના છે. જેના પગલે ભરૂચના ધોળીકુઈ, દાંડીયાબજાર, ભૃગુઋષિ મંદિર વિસ્તાર, ફુરજા વગેરે વિસ્તારોમાં રહેતા લોકોને સાવધ રહેવા અપીલ કરાઈ છે.

Back to top button