- 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી પવન સાથે ભેજ પશ્ચિમ ભારત ઉપર અસર વર્તાવશે
- દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે
- ફરીથી રાજ્યમાં 27 જુલાઈથી વરસાદનું જોર પકડાશે
ગુજરાત રાજ્ય માટે અંબાલાલ પટેલની વરસાદ બાબતે આગાહી સામે આવી છે. જેમાં ફરીથી રાજ્યમાં 27 જુલાઈથી વરસાદનું જોર પકડાશે. તેમજ 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી પવન સાથે ભેજ પશ્ચિમ ભારત ઉપર અસર વર્તાવશે. જેનાથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે.
આ પણ વાંચો: ગુજરાત: મુન્દ્રામાં કરોડો રૂપિયાના સોપારીકાંડ હવે પત્તા ખુલશે
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે
ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળશે. ત્યારે સાબરમતી નદી બે કાંઠે વહેશે. તથા તાપી અને નર્મદાના જળસ્ત્રાવમાં પણ વધારો થશે. ગુજરાતનાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ જણાવે છે કે બંગાળની ખાડીમાં બનેલું વહન ગુજરાત સહિત દેશના ભિન્નભિન્ન ભાગોમાં વરસાદ લાવશે. આ સાથે અરબ સાગરનો ભેજ પણ મળશે અને 30મી જુલાઈ સુધીમાં સમગ્ર દેશ સહિત ગુજરાતના ઘણાં ભાગોને રેલમછેલમ કરી શકે તેવો વરસાદ પડે તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદથી પાણી ભરાતા AMCની સફાઈ કામગીરીનો અભાવ સામે આવ્યો
અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે
અગાઉ અંબાલાલ પટેલે કહ્યું હતું કે, 22 થી 24 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદ કહેર મચાવશે. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે નદીઓમાં પણ પૂરની સંભાવના પણ વ્યક્ત કરી હતી જેમાંથી ઘણી વાતો આ દિવસોમાં સાચી પડી હતી. હવે 27મી તારીખે પણ વરસાદનું વધુ એક વહન આવવાની શક્યતાઓ અંબાલાલે વ્યક્ત કરી છે, જે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ લાવી શકે છે.
આ પણ વાંચો: સુરત: માતા-પિતા માટે ચોંકાવનારા સમાચાર, મોબાઇલમાં વ્યસ્ત બાળકીનું મોત થયુ
સૌરાષ્ટ્રનાં વિવિધ ભાગોમાં વરસાદ થઈ શકે તેવી શક્યતા
ઓગસ્ટ મહિનાની 2થી 4 તારીખ દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે. આ વરસાદના કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો થશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રનાં વિવિધ ભાગોમાં વરસાદ થઈ શકે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે.