ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: અંબાલાલ પટેલે ભારેથી અતિભારે વરસાદની આ શહેરો માટે કરી આગાહી

  • શ્રવણ પંચકામાં વરસાદ થાય તો પછી સારો વરસાદ થઈ શકે છે
  • રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રામાં વરસાદ આવશે
  • ચોમાસુ સુરત અને દક્ષિણ સૌરાષ્ટ્ર પહોચ્યુ છે

ગુજરાત રાજ્ય માટે અંબાલાલ પટેલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં જણાવ્યું છે આ વખતે રાજ્યમાં સારા વરસાદના સંકેત સામે આવ્યા છે. તેમજ 25, 26 જૂનથી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે. 28 જૂન સુધી જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. તેમજ કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઈવમાં 2 દિવસમાં 370 કેસ કરવામાં આવ્યા

શ્રવણ પંચકામાં વરસાદ થાય તો પછી સારો વરસાદ થઈ શકે છે

પોરબંદર, દ્વારકામાં ભારે વરસાદ આવી શકે છે. તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રામાં વરસાદ આવી શકે છે. બોટાદ, ભાવનગરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. આજે સવારે રાજ્યના ભાગોમાં ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડ્યા છે. સવારે વરસાદ આવ્યો હતો. તેમાં બેથી ત્રણ દિવસમાં સારા વરસાદના સંકેત ગણી શકાય છે. મેઘરવો ભાદરવામાં આવતો બંધ થાય તો વરસાદ ગયો સમજવો. મેઘરવો વરસાદનો દાર્શનિક પૂરાવો છે. જેમાં શ્રવણ પંચકામાં વરસાદ થાય તો પછી સારો વરસાદ થઈ શકે છે.

ઉત્તર સૌરાષ્ટ્ર જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા વગેરેમાં વરસાદ આવી શકે છે

28 જૂન સુધી જૂનાગઢના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર સૌરાષ્ટ્ર જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા વગેરેમાં વરસાદ આવી શકે છે. તેમાં બોટાદ અને ભાવનગરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. 28થી 30 જૂન મધ્યપ્રદેશના ભાગોમાં સારો વરસાદ આવી શકે છે. આજે અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારમાં વરસાદ આવ્યો છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત થઇ છે. તેમાં નરોડા, કુબેરનગર વિસ્તારમાં વરસાદ આવ્યો છે. તેમજ વડોદરા જિલ્લામાં વહેલી સવારે વરસાદ આવ્યો છે. જેમાં ડભોઇ પંથકમાં પવન સાથે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઇ છે.

ચોમાસુ સુરત અને દક્ષિણ સૌરાષ્ટ્ર પહોચ્યુ

દંગીવાડા, પ્રયાગપુરા તથા કાયાવરોહણ, પારીખા, મોટા બહીપુરામાં વરસાદ આવ્યો છે. તેમજ વાવણીલાયક વરસાદથી ખેડૂતોને હવે સારા પાકની આશા બંધાઇ છે. ડભોઇ પંથકમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. તેમાં વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરચ્યો છે. જેમાં તમામ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. વિવિધ ગામોમાં મેઘો મન મૂકીને વરસ્યો છે. સમગ્ર પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે. તેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. ત્યારે રાજ્યમાં ચોમાસુ આગળ વધ્યુ છે. ચોમાસુ સુરત અને દક્ષિણ સૌરાષ્ટ્ર પહોચ્યુ છે.

Back to top button