ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: કથિત જૂનાગઢ તોડકાંડના આરોપી સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટની મુશ્કેલીમાં વધારો થયો

  • આરોપીના વકીલે બિન જામીન પાત્ર અંગેની સ્પષ્ટીકરણ ન કરતા કોર્ટે જામીન ફગાવ્યા
  • તરલ ભટ્ટે બેંક એકાઉન્ટ ફ્રિઝ અને અનફ્રીજ કરીને કરોડો રૂપિયાનો તોડકાંડ કર્યો હતો
  • ઘણા ખાતાની માહિતી પોલીસને ન અપાઈ હોવાનો પણ દાવો થયો છે

કથિત જૂનાગઢ તોડકાંડના આરોપી સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં PI તરલ ભટ્ટને હજી જેલમાં રહેવુ પડશે. તેમાં કોર્ટે જામીન ફગાવ્યા છે. જેમાં પોલીસ તોડકાંડમાં તરલ ભટ્ટની મુશ્કેલીમાં વધારો થયો છે. મુખ્ય આરોપી તરલ ભટ્ટના જૂનાગઢ સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કર્યા છે. આરોપીના વકીલે બિન જામીન પાત્ર અંગેની સ્પષ્ટીકરણ ન કરતા કોર્ટે જામીન ફગાવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: વાડીલાલ કેમિકલ કંપની સાથે યુકેની કંપનીના નામે ગઠિયાઓએ રૂ. 1.42 કરોડની ઠગાઈ આચરી

તરલ ભટ્ટે બેંક એકાઉન્ટ ફ્રિઝ અને અનફ્રીજ કરીને કરોડો રૂપિયાનો તોડકાંડ કર્યો હતો

હાલ તો તરલ ભટ્ટને જામીન ન મળતા જેલમાં જ રહેવું પડશે. તરલ ભટ્ટે જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં જામીન અરજી કરી હતી. કોર્ટના જજ એચ.એ.દવેએ જામીન અરજી ફગાવી દીધી. મહત્વનું છે કે તરલ ભટ્ટે બેંક એકાઉન્ટ ફ્રિઝ અને અનફ્રીજ કરીને કરોડો રૂપિયાનો તોડકાંડ કરીને કૌભાડ આચર્યું હતું. તોડકાંડ મામલે સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટને 3 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં તેના 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે 7 ફેબ્રુઆરી એટલે કે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈ તેમના વકીલ દ્વારા જામીન માટે 8 એપ્રિલના રોજણ પણ અરજી કરાઈ હતી તે પણ કોર્ટે ફગાવી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: શહેરી વિકાસ સત્તા મંડળ હસ્તકના 9 પ્લોટની ઈ-હરાજી થશે, જાણો રજિસ્ટ્રેશનની તારીખ 

ઘણા ખાતાની માહિતી પોલીસને ન અપાઈ હોવાનો પણ દાવો થયો છે

કથિત તોડકાંડ કેસમાં સસ્પેન્ડ કરાયેલા તરલ ભટ્ટે અગાઉ વકીલ મારફતે જૂનાગઢ સેશન્સ કોર્ટેમાં આગોતરા જામીન માંગ્યા હતા. સેશન્સ કોર્ટ દ્વારા મુદત મંજૂર કરતા 6 ફેબ્રુઆરીએ સુનાવણી થઈ હતી. ATSએ જૂનાગઢ તોડકાંડ અને માધુપુરા ક્રિકેટ સટ્ટા કાંડની સંડોવણીને લઈને પણ તપાસ તેજ કરી છે. ક્રિકેટ સટ્ટાકાંડની તપાસ તરલ ભટ્ટ પાસે હતી. ત્યારે સટ્ટાકાંડમાં ફ્રીઝ કરાયેલા બેંક ખાતા અનફ્રિઝ કરવા માટે રૂપિયાની માંગણી કરાઈ હોવાનો તરલ ભટ્ટ પર આરોપ છે. ઘણા ખાતાની માહિતી પોલીસને ન અપાઈ હોવાનો પણ દાવો થયો છે.

Back to top button