ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યભરમાં 33 હજારથી વધુ ખાનગી તબીબો આજે હડતાળ પર

Text To Speech

રાજ્યના 33 હજારથી વધુ ખાનગી તબીબોની હડતાળ પર ઉતર્યા છે. ICU ગ્રાઉંડ ફ્લોર પર રાખવાના સરકારના નિર્ણયનો તેઓ વિરોધ કરી રહ્યા છે. ફાયર એનઓસી તથા આઇસીયુમાં નવા નિયમો સહિત વિવિધ મુદ્દાનો ખાનગી તબીબો વિરોધ કરી રહ્યા છે. હડતાળને પગલે દર્દીઓને સારવાર ન મળતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

હડતાળને પગલે દર્દીઓને હાલાકી 

હોસ્પિટલોમાં આઈસીયુ ગ્રાઉંડ ફ્લોર પર જ રાખવા અને બિલ્ડિંગમાંથી કાચ દુર કરવાના નિર્ણયનો અમલ કરવા પ્રશાસન દ્ધારા હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે. આ નિર્ણય સામે ગુજરાતના 33 હજાર જેટલા ખાનગી તબીબો આજથી હડતાળ પર ઉતર્યા છે.જેને પગલે ઇમરજન્સી અને ઓપીડી સારવારથી તબીબો આજે અળગા રહ્યા છે.

Back to top button