ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે, રૂ. 8 લાખના ઇનામો અપાશે

Text To Speech
  • જૂનાગઢના ગિરનાર પર આગામી 5મી જાન્યુઆરી યોજાશે સ્પર્ધા
  • સ્પર્ધાનું આયોજન રમત ગમત વિભાગ દ્વારા કરવામાં આવ્યું
  • બહેનો માટે માળી પરબ સુધીના 2200 પગથિયાંનું અંતર નક્કી કરવામાં આવ્યું

ગુજરાતમાં અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. કડકડતી ઠંડીમાં ગિરનાર સર કરવા યુવક-યુવતીઓ દોટ મુકશે જેમાં 8 લાખ રૂપિયાના રોકડ ઇનામો પણ છે.

સ્પર્ધાનું આયોજન રમત ગમત વિભાગ દ્વારા કરવામાં આવ્યું

જૂનાગઢના ગિરનાર પર આગામી 5મી જાન્યુઆરીના સવારે યુવાનોના જોમ અને જુસ્સાને પડકાર સમાન અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. જેમાં કડકડતી ઠંડીમાં રાજ્યભરના 1207 જેટલા યુવક યુવતીઓ ગિરનાર સર કરવા દોટ મૂકશે. સ્પર્ધા પૂર્ણ થયા બાદ 8 લાખ રૂપિયાના રોકડ ઇનામોનું વિતરણ કરવામાં આવશે. આ સ્પર્ધાનું આયોજન રમત ગમત વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

ચાર એઇજ ગ્રુપના 1207 જેટલા યુવક યુવતીઓએ નામ નોંધાવ્યા

આગામી રવિવારે સતત 39મી વખત અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે ચાર એઇજ ગ્રુપના 1207 જેટલા યુવક યુવતીઓએ નામ નોંધાવ્યા છે. જેમાં 558 સિનિયર ભાઈઓ, 336 જુનિયર ભાઈઓ, 149 સિનિયર બહેનો, 134 જુનિયર બહેનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં ચાર કેટેગરીમાં વિજેતા 40 સ્પર્ધકોને 8 લાખ રૂપિયાના રોકડ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.

બહેનો માટે માળી પરબ સુધીના 2200 પગથિયાંનું અંતર નક્કી કરવામાં આવ્યું

ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા રાજ્યની તો ઠીક પરંતુ દેશની કઠિન અને જોખમી સ્પર્ધા છે. યુવાનોના જોમ અને જુસ્સાને પડકાર સમાન આ સ્પર્ધામાં યુવક યુવતીઓ રવિવારે ગિરનાર સર કરવા દોટ મૂકશે. ભાઈઓ માટે અંબાજી મંદિર સુધીના 4,500 પગથિયા અને બહેનો માટે માળી પરબ સુધીના 2200 પગથિયાંનું અંતર નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં SMCની મોટી કાર્યવાહી, વર્ષ 2024માં 22 કરોડનો દારૂ ઝડપ્યો

Back to top button