ગુજરાત: વાસણા બેરેજના 3 દરવાજા એક ફૂટ ખોલાતા નદીકાંઠાના વિસ્તારોમાં એલર્ટ
- વાદળીયા વાતાવરણ વચ્ચે છુટાછવાયેલા વરસાદી ઝાપટાં પડયા
- જો પાણીની આવક વધશે તો વધુ દરવાજા ખોલવાનો નિર્ણય લેવાશે
- ડેમ પાસે આવેલા ગામના લોકોને દિવસે પણ નદીમાં નહીં જવા સૂચના
વરસાદના કારણે વાસણા બેરેજના 3 દરવાજા એક ફૂટ ખોલાતા નદીકાંઠાના વિસ્તારોમાં એલર્ટ કરાયા છે. જેમાં સાબરમતી નદીમાં પાણીની આવક થતાં નદીમાં સપાટી 132.50 ફુટ સુધી પહોંચી છે. ડેમ પાસે આવેલા ગામના લોકોને દિવસે પણ નદીમાં નહીં જવા સૂચના આપવામાં આવી છે. તેમજ હાલ 3 દરવાજા ખોલાયા છે. જો પાણીની આવક વધશે તો વધુ દરવાજા ખોલવાનો નિર્ણય લેવાશે.
આ પણ વાંચો: ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
વાદળીયા વાતાવરણ વચ્ચે છુટાછવાયેલા વરસાદી ઝાપટાં પડયા
શહેરમાં આખો દિવસ વાદળીયા વાતાવરણ વચ્ચે છુટાછવાયેલા વરસાદી ઝાપટાં પડયા હતાં. રવિવાર રજાના દિવસે સમી સાંજે પણ વરસાદ વરસતાં રસ્તા પર લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં પાણીની આવક થતાં નદીમાં સપાટી 132.50 ફુટ સુધી પહોંચી છે. તેમજ આજે અમદાવાદમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ઉપરવાસમાં વરસાદના પગલે વાસણા બેરેજના 3 દરવાજા એક ફુટ ખોલાતા જિલ્લાના નદીકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે.
જો પાણીની આવક વધશે તો વધુ દરવાજા ખોલવાનો નિર્ણય લેવાશે
તંત્રએ કહ્યું કે, હાલ કોઇ જોખમ નથી. પરંતુ નદીપારના નીચાણવાળા વિસ્તારોમાં જાણ કરી દેવાઇ છે. વાસણા ડેમમાં પાણીની આવક થતાં સાબરમતી નદીકિનારે આવેલા દસક્રોઇ અને ધોળકા સહિતના તાલુકાઓમાં સાવધાની રાખવા સૂચના અપાઇ છે. હાલ 3 દરવાજા ખોલાયા છે. જો પાણીની આવક વધશે તો વધુ દરવાજા ખોલવાનો નિર્ણય લેવાશે. તંત્રએ કહ્યું કે, હાલ પૂરની સ્થિતી નથી. પરંતુ શહેર અને જિલ્લાના સબંધિત ગામોને એલર્ટ કરી દેવાયા છે. આ ઉપરાંત ડેમને આવેલા ગામના લોકોને દિવસે પણ નદીમાં નહીં જવા પણ સૂચના અપાઇ છે.