ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: કંડલા-દિલ્હી વચ્ચે આ તારીખથી પુનઃ વિમાની સેવા શરૂ થશે

Text To Speech
  • આગામી 4 એપ્રિલથી કંડલા દિલ્હી વચ્ચે વિમાની સેવા શરૂ થશે
  • બપોરનાં 2.55 મિનિટે દિલ્હીથી રવાના થઈ 5.20 મિનિટે કંડલા આવશે
  • સાંજે 5.50 મિનિટે કંડલાથી રવાના થઈ રાત્રે 8.40 મિનિટે દિલ્હી પહોંચશે

ગુજરાતના કંડલાથી દિલ્હી વચ્ચે પુનઃ વિમાની સેવા શરૂ કરવામાં આવી રહી છે. જેમાં બપોરનાં 2.55 મિનિટે દિલ્હીથી રવાના થઈ 5.20 મિનિટે કંડલા આવશે. તેમજ ભુજ-દિલ્હી વચ્ચે વંદે માતરમ ટ્રેન સુવિધાની લોક માગણી સરકાર જરૂરથી પૂરી કરશે. જેમાં સેવા પુનઃ શરૂ કરવા સાંસદ વિનોદ ચાવડાએ નાગરિક ઉડ્ડયન વિભાગમાં રજૂઆત કરી છે.

આ પણ વાંચો: વડોદરા: ડમી પેઢીઓ ઊભી કરીને 1 કરોડની GSTની ચોરી કરનાર પકડાયો 

સાંજે 5.50 મિનિટે કંડલાથી રવાના થઈ રાત્રે 8.40 મિનિટે દિલ્હી પહોંચશે

દેશની રાજધાની દિલ્હીને જોડતી જે કંડલાથી દિલ્હીની વિમાની સેવા ચાલુ હતી તે સેવા કોઈપણ જાતના કારણો વિનાં બંધ કરી નાખવામાં આવી હતી. આ સેવા પુનઃ શરૂ કરવા સાંસદ વિનોદ ચાવડાએ નાગરિક ઉડ્ડયન વિભાગમાં રજૂઆત કરતાં ફરી આગામી 4 એપ્રિલથી કંડલા દિલ્હી વચ્ચે વિમાની સેવા શરૂ થશે. સાંસદે જણાવ્યું હતું કે, સ્પાઈસ જેટ વિમાની સેવા અંતર્ગત આગામી 4 એપ્રિલથી કંડલા-દિલ્હી વિમાની સેવા શરૂ થઈ રહી છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં સોનીઓની BIS હોલમાર્કિંગનો 6 અંકોનો HUID અમલ મુલતવી રાખવાની માગણી

બપોરનાં 2.55 મિનિટે દિલ્હીથી રવાના થઈ 5.20 મિનિટે કંડલા આવશે

બપોરનાં 2.55 મિનિટે દિલ્હીથી રવાના થઈ 5.20 મિનિટે કંડલા આવશે અને સાંજે 5.50 મિનિટે કંડલાથી રવાના થઈ રાત્રે 8.40 મિનિટે દિલ્હી પહોંચશે. કચ્છથી દિલ્હી જવા માટે આવન-જાવન માટે માત્ર ભુજ-બરેલી ટ્રેન માધ્યમ છે, જેમાં 20 થી 21 કલાક લાગે છે. સુપરફાસ્ટ ટ્રેન અને રેગ્યુલર વિમાની સેવા શરૂ થાય તે માટે સરકારમાં રજૂઆત કરવામાં આવતા કંડલા-દિલ્હી વિમાની સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભુજ-દિલ્હી વચ્ચે વંદે માતરમ ટ્રેન સુવિધાની લોક માગણી સરકાર જરૂરથી પૂરી કરશે તેવો આશાવાદ સાંસદે વ્યકત કર્યો હતો.

Back to top button