ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

જૂનાગઢ: રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાઇ પ્રિ-વાયબ્રન્ટ સમિટ

  • જૂનાગઢમાં ૧૨૦૦ કરોડનું નવું રોકાણ આવશે
  • ઔદ્યોગિક વિકાસ માટે શાંતિ અને સલામતી એ પ્રાથમિકતા
  • જૂનાગઢ જિલ્લામાં કૃષિ, બાગાયત, પ્રવાસન આધારિત ઉદ્યોગો સ્થપાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ

વાઇબ્રન્ટ જુનાગઢ અંતર્ગત જૂનાગઢમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં પ્રિ-વાયબ્રન્ટ સમિટ યોજાઇ જેમાં ઉદ્યોગકારોને રોકાણ માટે પૂરતું વાતાવરણ મળી રહે તેમજ રાજ્યની યોજાનારી વાઇબ્રન્ટ સમિટ-2024 અંતર્ગત જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ જે લિયો રિસોર્ટમાં યોજાયો હતો. જેમાં રાઘવજી પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન દ્વારા ગુજરાતમાં વિકાસનો પાયો નખાયો છે. અને તેના મૂળમાં તેઓએ ૨૦ વર્ષ પહેલાં શરૂ કરેલી વાઇબ્રન્ટ સમિટ એ શાંતિ અને સલામતી નું આયોજન છે.તેમજ વર્ષ 2025માં જુનાગઢ 5000 કરોડની નિકાસ કરશે, જુનાગઢ જિલ્લામાં કૃષિ, બાગાયત, પ્રવાસન અને ફીસરીઝ ક્ષેત્રે વિકાસની તકો રહેલી છે. ઉદ્યોગકારોને જૂનાગઢ જિલ્લામાં વિવિધ સુવિધા મળી રહે અને નવી ઇન્ડસ્ટ્રીઝ અને વિકાસને લીધે યુવાઓને રોજગારી મળે તે માટે રાજ્ય સરકાર અને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે.

જુનાગઢ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ થાય તે માટે જરૂરી માળખાગત સવલતો પણ વધારવામાં આવશે અને રાજ્ય સરકારની વિકાસની નીતિના ભાગરૂપે સૌને સાથે રાખીને ચેમ્બર કોમર્સ તેમજ ઉદ્યોગકારોના મંડળો વિગેરે સાથે સંકલન કરીને વધુને વધુ વિકાસ થાય તે માટે આયોજન છે ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે થનાર આ રોકાણ થી અંદાજે 2000 જેટલા લોકોને રોજગારી મળવાની સંભાવના છે.

જૂનાગઢમાં ઔદ્યોગિક વિકાસ અને પ્રવાસનની પણ વિપુલ તકો રહેલી છે. રાજ્ય સરકારના માર્ગદર્શનમાં જૂનાગઢ જિલ્લાના ઔદ્યોગિકઅને માળખાગત વિકાસ માટે જુદી જુદી યોજનાઓનો લાભ આપીને ગૃહ ઉદ્યોગ અને અન્ય ઇન્ડસ્ટ્રીઝને અનુકૂળતા તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ઉદ્યોગકારો જોડાયાતે માટે રોકાણ માટે સારો પ્રતિસાદ મળ્યો છે- કલેક્ટર અનિલકુમાર રાણાવસીયા

જૂનાગઢમાં ઔદ્યોગિક વિકાસની ખૂબ તકો રહેલી છે. જૂનાગઢમાં રહેલી આ વિકાસની સંભાવના અને ક્ષમતા-તાકાતને બહાર લાવવાની જરૂર છે. તે માટે સૌએ જાગૃત થઈ વધુને વધુ ઔદ્યોગિક, કૃષિ અને પ્રવાસન ક્ષેત્રે વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોને આવકારી આ દિશામાં તમામ પ્રકારનો સહયોગ અપાશે, ગયા વર્ષે જૂનાગઢમાં નિકાસ 4000 કરોડની થઈ હતી જે આગામી એકાદ વર્ષમાં 5,000 કરોડની થશે.-સંજય પુરોહિત

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અધિકારી જયસ્વાલે જૂનાગઢમાં ઉદ્યોગો માટે રહેલી તકોનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જાણકારી આપી હતી. જેમાં કુલ ઇન્ડસ્ટ્રીઝ, આગામી સમયમાં શરૂ થનાર નવી જીઆઇડીસીઓ તેમજ એગ્રો ,પ્રવાસન ,ફીસરીઝ સોલાર અને માળખાગત સુવિધા આ ઉપરાંત ગુડ્સ ટ્રેનોમાં જૂનાગઢને આઉટલેટ મળે તે માટે સરકારના પ્રયાસો અને માળખાગત વિકાસ અને પરિવહન ક્ષેત્રે થઈ રહેલા બદલાવ અને સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા થનાર પ્રયાસોની રૂપરેખા વર્ણવી હતી.

આ ઉપરાંત જૂનાગઢ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અમલીકૃત માનવ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને ટૂલકીટ વિતરણ પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત,આ કાર્યક્રમમાં વિકાસ અધિકારી મીરાંત પરીખ, ડી.જી.એફ.ટીના રોહિત સોની, ચેમ્બર ઓફ કોમર્સ જૂનાગઢના સેક્રેટરી સંજય પુરોહિત, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અધિકારી જયસ્વાલ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મેયર ગીતા પરમાર, કેશોદના ધારાસભ્ય દેવા માલમ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલ, એસપી હર્ષદ મહેતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા, અગ્રણી પુનિત શર્મા, સાવજ ડેરીના ચેરમેન દિનેશખટારીયા, અમૃત દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:   CM ભૂપેન્દ્ર પટેલ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર નવરાત્રી મહોત્સવનું કરશે ઉદ્દઘાટન

Back to top button