ગુજરાત: મહાઠગ અશોક જાડેજાનો એજન્ટ બાડમેરથી ઝડપાયો
- સસરાના કહેવાથી તે અશોક જાડેજા સાથે એજન્ટ તરીકે કામ કરતો
- કૌભાંડનો એજન્ટ છેલ્લા ઘણા સમયથી નામ બદલીને રાજસ્થાન ખાતે રહેતો
- સરકારે આ આરોપી પર 20 હજારનું ઇનામ અગાઉ જાહેર કર્યું હતું
એક કા તીન કૌભાંડમાં મહાઠગ અશોક જાડેજાનો એજન્ટ બાડમેરથી ઝડપાયો છે. જેમાં ઠગોએ 14 વર્ષ પહેલાં 3 ગણા રૂપિયા કરી આપવાનું કહી અબજોની ઠગાઈ કરી હતી. તેમજ સરકારે 20 હજારનું ઈનામ જાહેર કર્યું હતું. તથા આરોપી નામ બદલીને વતનમાં રહેતો હતો. મેલડી માતાજીની કૃપાથી 3 ગણા રૂપિયા કરી આપવાનું કહીને 14 વર્ષ પહેલા મહાઠગ અશોક જાડેજા એન્ડ ગેંગએ સરખેજ, મકરબા સહિતના વિસ્તારમાં અનેક લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઇ આચરી હતી.
આ પણ વાંચો: ગુજરાત: કોન્ટ્રાક્ટ બેઝ જ્ઞાન સહાયક યોજના સામે રાજ્યભરમાં વિરોધ
આ કૌભાંડનો એજન્ટ છેલ્લા ઘણા સમયથી નામ બદલીને રાજસ્થાન ખાતે રહેતો
આ કૌભાંડનો એજન્ટ છેલ્લા ઘણા સમયથી નામ બદલીને રાજસ્થાન ખાતે રહેતો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળતા તેણે બાડમેર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે, સરકારે આ આરોપી પર 20 હજારનું ઇનામ અગાઉ જાહેર કર્યું હતું. સરખેજ વિસ્તારમાં વર્ષ 2009માં અશોક જાડેજાએ પોતાને મેલડી માતા પ્રસન્ન થયા છે અને છારા સમાજના લોકોનો માતાજીએ ઉદ્ધાર કરવા જણાવ્યું છે તેવી પ્રસિદ્ધી કરીને પોતાના ઘર પાસે મેલડી માતાના મંદિર નજીક ખાડો કરીને છારા સમાજના લોકોના ત્રણ દિવસમાં રૂપિયા 3 ગણા કરી આપવાનુ કહીને કરોડો રૂપિયા ભેગા કર્યા હતા. આટલું જ નહીં, અશોક જાડેજાએ અબજો રૂપિયા ભેગા કરવા માટે 34 જેટલા એજન્ટોને કામે રાખ્યા હતા. અબજો રૂપિયા ભેગા થતા અશોકે મિલ્કતો ખરીદી હતી, પરંતુ લોકોને રૂપિયા પરત કર્યા ન હતા. આથી વર્ષ 2009 અને 2010 દરમિયાન અશોક સહિત તેની ગેંગ વિરૂદ્ધમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં 16 જેટલી ફરિયાદો નોંધાઇ હતી.
સસરાના કહેવાથી તે અશોક જાડેજા સાથે એજન્ટ તરીકે કામ કરતો
ભારે વિવાદ થતાં ગુજરાત સીઆઇડી ક્રાઇમે આ કેસની તપાસ કરીને રોકડા 100 કરોડ, 186 વીઘા જમીન, બે કરોડનું સોનુ, બે કરોડની ચાંદી, 50થી વધુ ફોર વ્હીલર, 60થી વધુ બાઇક સહિતની 450 કરોડની મિલ્કત જપ્ત કરીને અશોકની ધરપકડ કરી હતી. આ કૌભાંડનો એક એજન્ટ ખેતારામ પુનમારામ સાંસી 14 વર્ષથી વોન્ટેડ હતો. ખેતારામે પોલીસથી બચવા અશોક નામ રાખીને પોતાના વતન રાજસ્થાનના બાડમેર ખાતે રહેતો હતો. પોલીસની પૂછપરછમાં સામે આવ્યુ કે, ખેતારામના લગ્ન સરખેજ ખાતે થયા હતા તેના સસરાના કહેવાથી તે અશોક જાડેજા સાથે એજન્ટ તરીકે કામ કરતો હતો.