ગુજરાત: એજન્ટે રૂ.1 કરોડમાં અમેરિકા મોકલવાનું નક્કી કર્યું અને ઝડપાયો
- કડીના દંપત્તિને અમેરીકા મોકલવાના બહાને જુદા જુદા દેશમાં ફેરવ્યા
- ત્રણ મહિના સુધી એક વિલામાં ભૂખ્યા-તરસ્યા ગોંધી રાખવામાં આવ્યા
- પોલીસે મહેસાણાના એજન્ટને ઝડપી લઈ કોર્ટમાં રિમાન્ડ માંગ્યા
અમેરિકા મોકલવાના બહાને છેતરપિંડી કરનાર મહેસાણાનો એજન્ટ ઝડપાયો છે. જેમાં કલોલના દંપતી સાથે અમેરિકા મોકલવા એક-એક કરોડમાં ડીલ નક્કી થઈ હતી. તેમાં એજન્ટ, દંપતી સહિત છ લોકો કોલંબો અને જાકાર્તા પહોંચ્યા હતા. તેમાં ત્રણ મહિના સુધી એક વિલામાં ભૂખ્યા-તરસ્યા ગોંધી રાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: જુનાગઢ: ભારતીય કિસાન સંઘ અને ખેતીવાડી વિભાગો વચ્ચે વિવાદ સર્જાયો
કડીના દંપત્તિને અમેરીકા મોકલવાના બહાને જુદા જુદા દેશમાં ફેરવ્યા
કલોલમાં રહેતા દંપત્તિને વિદેશી સ્થાઈ થવું હોય તેણે મહેસાણામાં રહેતા એજન્ટનો સંપર્ક કર્યો હતો. અને એજન્ટે એક કરોડમાં અમેરિકા મોકલવાનું નક્કી કર્યું હતું. અને આ એજન્ટે કલોલ તથા કડીના દંપત્તિને અમેરીકા મોકલવાના બહાને જુદા જુદા દેશમાં ફેરવીને તેમની પાસેથી અઢળક નાણા ખંખેરી લેવામાં આવ્યા હતા. અને તેમને અમેરિકા નહી મોકલી છેતરપીંડી આચરી હતી જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે મહેસાણાના એજન્ટને ઝડપી લઈ કોર્ટમાં રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
આ પણ વાંચો: રાજકોટ: પત્ની સાથે છળકપટ અને વિશ્વાસઘાત કરનાર ભરણપોષણ ન ચૂકવનારા પતિને સજા
ત્રણ મહિના સુધી એક વિલામાં ભૂખ્યા-તરસ્યા ગોંધી રાખવામાં આવ્યા
જીગ્નેશભાઈ હર્ષદભાઈ બારોટને વિદેશમાં સ્થાઈ થવું હોવાથી તેમણે એજન્ટનું કામ કરતા મહેસાણાના કમલેશ જયંતીભાઈ બારોટનો સંપર્ક કર્યો હતો. આરોપી કમલેશ બારોટે પતિ-પત્ની બંનેને અમેરિકા મોકલી આપશે અને તે પેટે રૂપિયા એક કરોડ આપવાના રહેશે તેમ નકકી થયું હતું. જેથી દંપતીએ તેમના પાસપાર્ટ સહિતના અગત્યના ડોક્યુમેન્ટ્સ તેમને આપ્યા હતા. અને અને એજન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું. કે તમને કેનેડા થઈ અમેરીકા પહોંચાડી દઈશું ત્યારબાદ તેમને મુંબઈ બોલાવવામાં આવ્યા હતા. જ્યાં કડીમાં રહેતા જયેશભાઈ ગુણવંતભાઈ પટેલ અને તેમના પત્ની પણ મળ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 184 તાલુકામાં વરસાદ, જાણો કયા સૌથી વધુ થઇ મેઘમહેર
આ બંને જણાને પણ કમલેશભાઈએ અમેરિકા જવા માટે એક કરોડમાં નક્કી કર્યું હતું. બંને દંપતિએ કમલેશભાઈએ માંગ્યા તે મુજબના પૈસા તેમને આપ્યા હતા. કડી અને કલોલના દંપતી તથા કમલેશભાઈ અને એક અન્ય યુવક આમ છ જણા પ્લેનમાં બેસીને મુંબઈથી કોલંબો ગયા હતા અને ત્યાંથી તેઓ ઈન્ડોનેશિયાના જકાર્તા પહોચ્યા હતા. અહીં તેમને ત્રણ મહિના સુધી એક વિલામાં ભૂખ્યા-તરસ્યા ગોંધી રાખવામાં આવ્યા હતા.