ગુજરાત: યુટ્યુબ પર ક્રાઇમ પેટ્રોલ જોઇ મિત્રને દારૂ પિવડાવી કરી હત્યા
- જૈમિન પંચાલની ઉઘરાણી શરૂ થઇ ત્યારે આરોપી યુ ટ્યુબ પર ક્રાઇમ પેટ્રોલ જોતો હતો
- 31 માર્ચે જૈમિન પંચાલ ગુમ થયો હતો, તે અંગેની અરજી મકરપુરા પોલીસ મથકમાં આપી
- મૃતદેહને રાધુપુરા અને કુંઢેલા ગામની સીમની માઇનર કેનાલમાં ફેક્યો
ગુજરાતના વડોદરામાં યુટ્યુબ પર ક્રાઇમ પેટ્રોલ જોઇ મિત્રને દારૂ પિવડાવી હત્યા કરવામાં આવી છે. જેમાં તરસાલીમાં જિમ ટ્રેનર સતીષ વસાવાએ જૈમિન પંચાલની હત્યા કરી હતી. તેમાં બંને વચ્ચે દોઢ વર્ષ પહેલા જ મિત્રતા થઈ હતી. જેમાં ઉછીના લીધેલા દોઢ લાખ ચૂકવવા ન પડે તે માટે આરોપીએ હત્યા કરી હતી.
આ પણ વાંચો: ગુજરાત: પંપ પર ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલમાં મળ્યુ પાણી, વાહનો બંધ થતા હોબાળો થયો
જૈમિન પંચાલની ઉઘરાણી શરૂ થઇ ત્યારે આરોપી યુ ટ્યુબ પર ક્રાઇમ પેટ્રોલ જોતો હતો
વડોદરામાં જીમ ટ્રેનર મિત્ર સતિષ વસાવાને ઉછીના આપેલા પૈસા પરત માંગવા માટે જૈમિન પંચાલની ઉઘરાણી શરૂ થઇ ત્યારે આરોપી યુ ટ્યુબ પર ક્રાઇમ પેટ્રોલ જોતો હતો. આખરે એક દિવસ બપોરે જૈમિન પંચાલને ઘરે બોલી નશામાં ધૂત કરીને સતિષે તેના મોંઢે ઓશિકુ દબાવી દીધું હતું. અને ગુંગળાવીને તેની હત્યા કરી હતી. આખરે સમગ્ર મામલો પોલીસ મથક પહોંચતા જ ગુમ થયાની અરજીથી શરૂ થયેલી તપાસ હત્યા પર આવી રોકાઇ હતી. હાલ પોલીસે આરોપી યુવક અને તેની મદદગાર માતાની અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે.
આ પણ વાંચો: ગુજરાત: લગ્ન વાચ્છુક યુવાનો સાવધાન, લગ્નના ત્રીજા દિવસે જ લૂંટેરી દુલ્હન દાગીના લઇ ફરાર
31 માર્ચે જૈમિન પંચાલ ગુમ થયો હતો, તે અંગેની અરજી મકરપુરા પોલીસ મથકમાં આપી
31 માર્ચે જૈમિન પંચાલ ગુમ થયો હતો, તે અંગેની અરજી મકરપુરા પોલીસ મથકમાં આપી હતી. પરિવારના જણાવ્યા અનુસાર 31 મીએ દિકરો બપોરે અઢી વાગ્યે ચા પીતો હતો. તેવામાં તેને સતીષ વસાવાનો ફોન આવ્યો હતો. જૈમિન પંચાલ તેના માતા-પિતાથી અલગ રહેતો હતો. તેણે પિતાને કહ્યું કે, મિત્રને ત્યાંથી હું મારા ઘરે જતો રહીશ. જે બાદ તે નિકળ્યો હતો. પછી તેના માતા-પિતા અને પત્ની તેનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરતા રહ્યા હતા. પરંતુ ફોન સ્વિચ ઓફ આવતો હતો. જેથી તેઓને શંકા જતા તેઓ સતીષના ઘરે ગયા. તે ત્યાં ન હોવાથી તેઓ સતીષને બસ સ્ટેન્ડ પાસે મળ્યા હતા. સતીષે જણાવ્યું કે, જૈમિન મને મળીને જતો રહ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાત: અકસ્માતના વિવિધ ત્રણ બનાવમાં 9નાં મૃત્યુ, 12 લોકોને ગંભીર ઈજા થઇ
મૃતદેહને રાધુપુરા અને કુંઢેલા ગામની સીમની માઇનર કેનાલમાં ફેક્યો
જેમાં મિત્રની હત્યા પછી માતા આનાકાની કરે છે તે પછી સતીષ તેઓને મનાવી લે છે. જે બાદ બંને બાઇક પર મૃતકને લઇને રાધુપુરા અને કુંઢેલા ગામની સીમની માઇનર કેનાલમાં નાખી દે છે. થોડેક આગળ જઇ તે નંબર પ્લેટ, આધાર કાર્ડ સહિત કેનાલમાં વહાવી દે છે. હજી સુધી બાઇક સહિત મુદ્દામાલ રિકવર કરવાનો બાકી છે. આરોપી સતીષ વસાવા જીમ ટ્રેનર હતો. ત્યાર બાદ તેણે જીમ ચલાવવાનું શરૂ કર્યું. જેમાં તે દેવામાં ડુબી ગયો હતો. જે બાદ તેણે લોકો પાસેથી પૈસા લેવાના શરૂ કર્યા હતા. તે પૈકીનો એક જૈમિન પંચાલ છે. તેણે તેની પાસેથી રૂ. દોઢ લાખ લીધા હતા. જેની તે ઉઘરાણી કરી રહ્યો હતો. દરમિયાન તેની હત્યાના પ્લાનને લઇ સતીષ વિચાર કરી રહ્યો હતો. જૈમિન વધુ સોનું પહેરતો હતો. તેની હત્યા કરીને તેનું સોનુ લઇ તેના પર લોન મેળવી ઉધારી ચુક્તે કરવાનો પ્લાન હતો.