ગુજરાત: અમૂલ દૂધના ભાવ વધારા બાદ હવે દહીંના ભાવમાં વધારો કરાયો
- ડેરીપેદાશોના ભાવોમાં પણ તબક્કાવાર ભાવવધારો તોળાવાની શક્યતાઓ
- અમૂલ બ્રાન્ડના દુધના પ્રતિલીટરે 3જી જુનથી 1 થી 3 રૂપિયાનો વધારો ઝીંકાયો છે
- મસ્તી દહીનું કિલોનું બકેટ 100ને બદલે હવે રૂ.110નું મળશે
અમૂલ દૂધના ભાવ વધારા બાદ હવે દહીંના ભાવમાં વધારો કરાયો છે. જેમાં મસ્તી દહીના જુદા-જુદા પેકિંગમાં રૂ.1થી 10નો વધારો કરાયો છે. તેમાં મસ્તી દહીનું કિલોનું બકેટ 100ને બદલે હવે રૂ.110નું મળશે. મસ્તી દહી 200 ગ્રામનુ પેકેટના 18 રૂપિયાને બદલે ગ્રાહકોએ 19 રૂપિયા ચુકવવા પડશે.
આ પણ વાંચો: અમદાવાદમાં છેલ્લા 48 કલાકમાં કુલ 4 લોકોના અકસ્માતમાં જીવ ગયા
અમૂલ બ્રાન્ડના દુધના પ્રતિલીટરે 3જી જુનથી 1 થી 3 રૂપિયાનો વધારો ઝીંકાયો છે
અમૂલ બ્રાન્ડના દુધના પ્રતિલીટરે 3જી જુનથી 1 થી 3 રૂપિયાનો વધારો ઝીંકાયા બાદ ફેડરેશને દહીની જુદી-જુદી વેરાઇટીના ભાવોમાં 1 રૂપિયાથી લઇને 10 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. આણંદ સ્થિત ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશન-આમૂલ દ્વારા 3જી જુનથી અમુલ બ્રાન્ડના ગોલ્ડ, શક્તિ, ટી-સ્પેશીયલ, કાઉ મિલ્ક, બફેલો મિલ્કના ભાવોમા પ્રતિલીટરે 1 થી 3 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત, દિલ્હી અને એનઆરસીમા પ્રતિદિને લાખો લીટર દુધનુ દૈનિક વેચાણ થતુ હોઇ માત્ર 1 થી 3 રૂપિયાનો ભાવવધારો લોકોના ખિસ્સા ઉપર મોટુ આર્થિક ભારણ પડે છે.
ડેરીપેદાશોના ભાવોમાં પણ તબક્કાવાર ભાવવધારો તોળાવાની શક્યતાઓ
ફેડરેશન દ્વારા અમૂલ ઉત્પાદિત મસ્તી દહીં બ્રાન્ડના ભાવોમા જુદા-જુદા પેકીંગ મુજબ વધારો કર્યો છે. જેમાં મસ્તી દહી 200 ગ્રામનુ પેકેટના અત્યાર સુધી 18 રૂપિયા વસુલાતા હતા તેના સ્થાને 01 રૂપિયાનો વધારો થતાં ગ્રાહકોએ 19 રૂપિયા ચુકવવા પડશે. જયારે મસ્તી દહીંના 200 ગ્રામ બકેટમાં 22 રૂપિયાના સ્થાને 01 રૂપિયાનો વધારો થતાં કિંમત 23 રૂપિયા થઇ છે. મસ્તી દહીં 400 ગ્રામમાં 34 રૂપિયાના સ્થાને 01 રૂપિયાનો વધારો થતાં રૂપિયા 35 મસ્તી દહી 1 કિલોમાં 72ના સ્થાને 03 રૂપિયાનો વધારો થતાં કિંમત રૂપિયા 75 ઉપર પહોંચી છે. જયારે મસ્તી દહીંનુ 1 કિલોનુ બકેટ 100 રૂપિયામા ઉપલબ્ધ હતુ તેમા રૂપિયા 10નો વધારો થતાં હવેથી 110 રૂપિયા વસુલાશે, દહીના ભાવવધારા બાદ અન્ય ડેરીપેદાશોના ભાવોમાં પણ તબક્કાવાર ભાવવધારો તોળાવાની શક્યતાઓ સેવાઇ રહી છે.