ગુજરાત: મનોકામના પૂર્ણ થતાં યુવાન ઉંધા પગે ચાલતાં પાવાગઢ ખાતે જવા નીકળ્યો
- યુવાનની મનોકામના પૂર્ણ થતાં ઊંધા પગે પાવગઢ જવા નીકળ્યો છે
- શહેરાના નસીરપુર ગામે પત્નીની તબીયત બગડતા માનતા રાખી હતી
- પાવાગઢમાં બિરાજમાન મહાકાળી માતાજી સૌની મનોકામનાઓ પૂર્ણ કરે
ગુજરાતના શહેરાના નસીરપુર ગામનો યુવક પોતાની મનોકામના પૂર્ણ થતાં ઉંધા પગે ચાલતાં ચાલતાં પાવાગઢ ખાતે જવા નીકળ્યો છે જેમાં અંદાજીત પાંચ વર્ષની પુત્રી સાથ આપી રહી છે. ઉલ્લેખનીય છેકે પોતાની પત્નીની પ્રસુતિ વેળાએ બ્લડ પ્રેશર વધી જતાં બાળકની સલામતી નહિં હોવાનું તબીબે જણાવતાં યુવકે મહાકાળી માતાજી ઉપર શ્રદ્ધા રાખી માનતા લીધી હતી અને જે પરિપૂર્ણ થતાં યુવક પાવાગઢ માનતા પૂર્ણ કરવા જઈ રહ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટના બદલે હવે લેપટોપ મળશે, સરકાર યોજના બનાવશે
યુવાનની મનોકામના પૂર્ણ થતાં ઊંધા પગે પાવગઢ જવા નીકળ્યો છે
કહેવાય છે કે જગત જનનીમાં પાવાગઢ શક્તિપીઠ ખાતે બિરાજમાન મહાકાળી માતાજી સૌની મનોકામનાઓ પૂર્ણ કરે છે. બીજી તરફ્ શ્રદ્ધાળુઓ પણ પોતાના કઠિન સમયમાં માતાજીને યાદ કરી પોતાની મુસીબત માંથી મુક્તિ માટે કઠિન અને આકરી કહી શકાય એવી ટેક લેતાં હોય છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ થતાં બાધા પુરી કરે છે. આવી જ એક માનતા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા નસીરપુર ગામના જશવંત તાવીયાડે માતાજી સમક્ષ પોતાની પત્નીને દવાખાને લઈ જતી વેળાએ માત્ર ડુંગર સામે શીશ ઝુકાવી રાખી હતી.
આ પણ વાંચો: અમદાવાદ: જગન્નાથ મંદિર ટ્રસ્ટની કરોડોની જમીનનો મામલો કોર્ટમાં પહોંચ્યો
યાત્રા દરમિયાન આગળ ફરી જોશે નહિ એવી ટેક લીધી હતી
જસવંત ભાઈની મુસીબતની વાત કરીએ તો તેઓની પત્ની સર્ગભા અવસ્થામાં હતી અને પ્રસવ પીડા ઉપડતાં તેઓ દવાખાને લઇ ગયા હતા. દરમિયાન પત્નીનું બીપી લો થઈ ગયું હતું જેથી તબીબે માતાના ઉદર માં રહેલું બાળક બચવાની સંભાવના ઓછી હોવાનું જણાવતાં જસવંતભાઈ ચિંતિત બન્યા હતા અને તેઓ માટે કુદરત જ સહારો અને આસ્થા બન્યા હતા. જેથી જસવંતભાઈએ પોતાની પત્નીના ગર્ભમાં રહેલું સંતાન અને પત્ની બંને સલામત રહે અને બાળક ઉગરી જાય એવી મહાકાળી માતાજી સમક્ષ મનોમન ટેક લઈ શીશ ઝુકાવ્યું હતું. જોકે જશવંત ભાઈની ટેક થોડી નહિ ખૂબ જ અઘરી હતી. તેઓએ મનોકામના પૂર્ણ થાય તો પોતાના ઘરે થી ઉંધા પગે ચાલતા પાવાગઢ જઈ મહાકાળી માતાજીના દર્શન કરશે ત્યાં સુધી આ યાત્રા દરમિયાન આગળ ફરી જોશે નહિ એવી ટેક લીધી હતી.
આ પણ વાંચો: ગુજરાત: પીજી મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે આ તારીખથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ
પિતા પુત્રી વેજલપુર હેમખેમ પસાર કરી ચુક્યા જશવંત ભાઈની મનોકામના પૂર્ણ થઈ અને દીકરીની ઉંમર પણ અંદાજીત પાંચ વર્ષની થતાં દીકરીને સાથે લઇ તેઓ પોતાની માનતા પુરી કરવા જઈ રહ્યા છે. નસીરપુર થી પાવાગઢ અંદાજીત 80 કિલોમીટર દૂર આવેલું છે અને મુખ્ય હાઇવે માર્ગ ઉપરાંત ગોધરા, વેજલપુર અને કાલોલ શહેરી વિસ્તારો માંથી ટ્રાફિક વચ્ચે પસાર થવું પડે છે જેથી આ યાત્રા કઠિન કહી શકાય તેમ છતાં પિતા પુત્રી વેજલપુર હેમખેમ પસાર કરી ચુક્યા હતા.