ગુજરાત: નકલી ઘી, શેમ્પુ તથા પનીર બાદ નકલી તેલનું બજારમાં વેચાણ શરૂ, અખાદ્યતેલનો જથ્થો ઝડપાયો
- દુકાનમાંથી ભેળસેળ યુક્ત નકલી કપાસિયા તેલના કુલ 25 ડબ્બા ઝડપ્યા
- ભરૂચમાં આવેલા મનુબર ચોકડી પાસે એક દુકાનમાંથી ખાદ્યતેલનો જથ્થો ઝડપાયો
- પોલીસ દ્વારા હુસેન હનીફ મેમણ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે
ગુજરાતમાં નકલી ઘી, શેમ્પુ તથા પનીર બાદ નકલી તેલનું બજારમાં વેચાણ શરૂ થયુ છે. તેવામાં ભરૂચમાંથી નકલી ખાદ્યતેલનો પર્દાફાશ થયો છે. જેમાં પોલીસે 25થી વધુ કપાસીયા તેલના ડબ્બા જપ્ત કર્યા છે. તેમજ પોલીસે હુસેન હનીફ મેમણ નામના શખ્સની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: ગુજરાતની આ લોકસભા બેઠકના મતદારોનું મૌન રાજકીય નેતાઓ માટે માથાના દુઃખાવા સમાન
ભરૂચમાં આવેલા મનુબર ચોકડી પાસે એક દુકાનમાંથી ખાદ્યતેલનો જથ્થો ઝડપાયો
ભરૂચ શહેરમાં ચોખ્ખી વસ્તુ શહેરીજનોને મળશે કે નહિ તે સવાલ હવે દરેક લોકો કરી રહ્યા છે. કેમ કે, છેલ્લા ઘણા સમયથી શહેરમાં ડુપ્લિકેટ વસ્તુઓ અને ભેળસેળ યુક્ત પદાર્થો બનાવવાની ફેક્ટરીઓ ધમધમતી થઈ ગઈ છે, ત્યારે ભરૂચમાં આવેલા મનુબર ચોકડી પાસે એક દુકાનમાંથી ખાદ્યતેલનો જથ્થો ઝડપાયો છે. મળતી માહિતી મુજબ, ભરૂચના મનુબર ચોકડી પાસે આવેલ રહેમત ટ્રેડર્સ નામની દુકાનમાંથી ખાદ્યતેલનો જથ્થો ઝડપાયો છે.
આ પણ વાંચો: ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સભા સ્થળ બદલાયું, જાણો શું છે કારણ
દુકાનમાંથી ભેળસેળ યુક્ત નકલી કપાસિયા તેલના કુલ 25 ડબ્બા ઝડપ્યા
ભરૂચ બી ડિવિઝન પોલીસે દુકાનમાંથી ભેળસેળ યુક્ત નકલી કપાસિયા તેલના કુલ 25 ડબ્બા ઝડપ્યા છે. આ સાથે પોલીસ દ્વારા હુસેન હનીફ મેમણ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે નકલી ખાદ્યતેલનાડબ્બા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અગાઉ પણ સુરતમાં લીંબાયત વિસ્તારમાં અલગ અલગ આઠ દુકાનોમાં તેલના ડબ્બા પર લેબલ અને બુચની કોપી કરી બજારમાં કોપી રાઈટ લેબલ વાળું તેલ વેચવાનું કોભાંડ સામે આવ્યું હતું. પોલીસે રેડ દરમ્યાન એન.કે.પ્રોટિન્સ પ્રાઈવેટ લીમીટેડ તિરુપતિ કપાસિયા તેલના કુલ 54 ડબ્બા કબજે કર્યા હતા.