- કપરાડાના ઇન્ચાર્જ આચાર્ય એ.સી.બી.ના હાથે રંગેહાથ ઝડપાઇ ગયા
- કાયમી શિક્ષક તરીકે નિમણૂક અને ફૂલ પગાર મેળવવા અરજી કરી અને લાંચ માગી
- અરુણોદય સાર્વજનિક વિદ્યાલય કાર્યાલયની ઓફિસમાં છટકું ગોઠવ્યું
કપરાડા અરુણોદય વિદ્યાલયના ઇન્ચાર્જ આચાર્ય 50 હજારની લાંચ લેતાં ઝડપાયા છે. જેમાં કાયમી શિક્ષક તરીકે નિમણૂક માટે અરજી થતાં વિકાસના નામે નાણાં મંગાયા હતા. તેમાં કપરાડાના ઇન્ચાર્જ આચાર્ય એ.સી.બી.ના હાથે રંગેહાથ ઝડપાઇ ગયા હતા. તથા કપરાડા અરુણોદય સાર્વજનિક વિદ્યાલય કાર્યાલયની ઓફિસમાં છટકું ગોઠવ્યું હતુ.
કાયમી શિક્ષક તરીકે નિમણૂક અને ફૂલ પગાર મેળવવા અરજી કરી અને લાંચ માગી
કપરાડાની અરુણોદય સાર્વજનિક વિદ્યાલયમાં કાયમી શિક્ષક તરીકે નિમણૂક કરી ફૂલ પગારમાં મૂકવા માટે શિક્ષકે કરેલી અરજીની આગળની કાર્યવાહી કરવાના અવેજમાં શાળાના વિકાસના નામે રૂ. 50 હજારની લાંચની માંગણી કરનાર અરુણોદય સાર્વજનિક વિદ્યાલય, કપરાડાના ઇન્ચાર્જ આચાર્ય એ.સી.બી.ના હાથે રંગેહાથ ઝડપાઇ ગયા હતા.
ઇન્ચાર્જ આચાર્ય એ.સી.બી.ના હાથે રંગેહાથ ઝડપાઇ ગયા
કપરાડા અરુણોદય સાર્વજનિક વિદ્યાલયમાં ફરજ બજાવતા ફરિયાદી શિક્ષકના શિક્ષણ સહાયક તરીકે પાંચ વર્ષ પૂર્ણ થતાં તેઓએ કાયમી શિક્ષક તરીકે નિમણૂક અને ફૂલ પગાર મેળવવા અરજી કરી હતી. જે અરજી અંગે આગળની કાર્યવાહી કરવાના અવેજ પેટે આરોપી એવા અરુણોદય સાર્વજનિક વિદ્યાલય-કપરાડાના ઇન્ચાર્જ આચાર્ય દિલીપ આર. પટેલે શાળાના વિકાસના નામે ફરિયાદી પાસેથી રૂ. 50,000ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, તેમણે એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જે ફરિયાદને આધારે તાપી એ.સી.બી. પી.આઇ. એસ.એચ. ચૌધરી અને સ્ટાફે સોમવારે કપરાડા અરુણોદય સાર્વજનિક વિદ્યાલય કાર્યાલયની ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું. આરોપીએ લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.