ગુજરાત: હવામાન વિભાગે અમદાવાદમાં ફરીથી ઠંડીનો ચમકરો વધવાની આગાહી કરી
- નલિયામાં 10 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું
- અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન 6 ડિગ્રી જેટલું વધી ગયું
- ગુજરાત સહિત દેશભરમાં લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે
ગુજરાતમાં હવામાન વિભાગ પ્રમાણે ફરીથી ઠંડીનો ચમકરો વધવાની આગાહી કરી છે. જેમાં હાલમાં ઠંડી ઘટી છે તેમાં અમદાવાદમાં 32.4 ડિગ્રી સાથે તાપમાનમાં વધારો થયો છે.
ગુજરાત સહિત દેશભરમાં લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે
ગુજરાત સહિત દેશભરમાં લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં સળંગ ત્રીજા દિવસે સરેરાશ લઘુતમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ જ નોંધાતાં લોકોને ઠંડીમાં આંશિક રાહતનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, શહેરમાં ફરીથી ઠંડીનો ચમકરો વધવાની આગાહી છે.
અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન 6 ડિગ્રી જેટલું વધી ગયું
32.4 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 5.1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. છેલ્લા પાંચ દિવસમાં અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન 6 ડિગ્રી જેટલું વધી ગયું છે. ગત રાત્રિએ 15 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.7 ડિગ્રીનો વધારો થયો હતો. આગામી 3 દિવસ લઘુતમ તાપમાન 12 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે.
નલિયામાં 10 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું
નલિયામાં 10 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. આ સિવાય જ્યાં ઠંડીનો ચમકારો વધારે નોંધાયો તેમાં ગાંધીનગર, દાહોદ, ડીસાનો સમાવેશ થાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. પરંતુ, ત્યારબાદ પારો 3 ડિગ્રી સુધી ગગડી શકે છે.