ગુજરાત: હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસ બાદ ફરી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે


- અમદાવાદમાં 15 થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાયો
- રાજ્યમાં ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની સંભાવના
- બે દિવસ બાદ સિઝનના લઘુતમ તાપમાનનો રેકોર્ડ થશે
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસ બાદ ફરી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. હાલ રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત છે તેમાં બે દિવસ બાદ સિઝનના લઘુતમ તાપમાનનો રેકોર્ડ થશે.
અમદાવાદમાં 15 થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાયો
રાજ્યમાં આજે વહેલી સવારથી જ ઠંડા પવન સાથે લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આ સાથે જ અમદાવાદમાં 15 થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાવાના કારણે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, જેથી શહેરના લઘુતમ તાપમાનમાં પણ 1 થી 4 ડિગ્રીનો ઘટાનો નોંધાયો છે. અમદાવાદનું તાપમાન 13.7 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે અમરેલી 13.8 ડિગ્રી, ભાવનગર 16.5 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી, ડીસામાં 10.7 ડિગ્રી, કંડલામાં 13.7 ડિગ્રી, રાજકોટમાં 10.7 ડિગ્રી અને સુરતમાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની સંભાવના
રાજ્યમાં ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની સંભાવના છે, જે આ સિઝનનું સૌથી નીચું તાપમાન હશે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી સુધી જ નોંધાયુ હતું. આ સિવાય ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થવાથી તાપમાન ફ્રીઝિંગ પોઇન્ટ પર છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ઉત્તર-પૂર્વ દિશા તરફથી આવતા બર્ફીલા પવનના કારણે તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.