ગુજરાત: મહુધાથી અમદાવાદ આવતી બસનો અકસ્માત થયો, કંડક્ટરે જીવ ગુમાવ્યો
- ડમ્પર બસ સાથે અથડાતા બસનો કચ્ચરઘાણ નીકળી ગયો
- GSRTCની બસને વાઠવાળી નજીક અકસ્માત નડ્યો
- સમગ્ર ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી
ગુજરાતમાં મહુધાથી અમદાવાદ આવતી બસનો અકસ્માત થયો છે. જેમાં અમદાવાદ આવતી GSRTC બસ ધડાકાભેર ડમ્પર સાથે અથડાઈ છે. ડમ્પર સાથે બસ અથડાતા કંડક્ટરનું મોત થયું હતુ.
GSRTCની બસને વાઠવાળી નજીક અકસ્માત નડ્યો
ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. મહુધાથી અમદાવાદ જતી GSRTCની બસને વાઠવાળી નજીક અકસ્માત નડ્યો હતો. ડમ્પર બસ સાથે અથડાતા બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વાઠવાળી નજીક રોડ ઉપર ઉભેલા ડમ્પરમાં એસટી ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે એસટી બસને ભારે નુકસાની પહોંચી હતી.
સમગ્ર ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી
ઉત્તરાયણનો તહેવારના કારણે બસ ખાલી હતી, જેથી કોઈ મોટી દુર્ઘટના ટળી હતી. જો કે, આ દુર્ઘટનામાં બસ કંડક્ટરનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી ધરી છે.
આ પણ વાંચો: સુરતમાં નાના બાળકોના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો