

ગુજરાત એન્ટિ કરપ્શન બ્યૂરો દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોક જાગૃતિ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર 28 માર્ચે એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં સાથે લખાણ પણ લખ્યું છે, લખાણમાં એવું લખ્યું છે કે ‘ભ્રષ્ટાચાર સામે અવાજ કરશે તેનો વિનાશ, લાંચ નહિ આપો ફરિયાદ’ હવે આ લખાણ શું કહેવા માંગે છે તે કદાચ હવે ગુજરાત ACB ને જ ખબર, પણ આ પોસ્ટ પર અલગ અલગ યુઝર્સે આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો : ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ રિપોર્ટ આપે ત્રણ મહિના થયા છતાં કાર્યવાહીના નામે ‘પ્રગતિ આહીર’ !
https://twitter.com/ACBGujarat/status/1640672251048607744?s=20
જેમાં એક યુઝરે લખ્યું છે કે, ‘ભ્રષ્ટાચાર સામે અવાજ કરશે તેનો વિનાશ આ વાક્ય હજમ થતું નથી !’ તો બીજા એકે લખ્યું છે કે, ‘ગુજરાતીમાં વાક્ય જોડણી સરળ રાખો તો આમ જનતાને બરોબર સમજાય.’ આમ ગુજરાત ACB દ્વારા કરાયેલ આ ટ્વિટમાં ચોક્કસ જોઈ શકાય છે કે કેટલી મોટી ભૂલ છે. આ બધુ થયા બાદ હાલ ગુજરાત ACBએ ટ્વિટર પરથી ટ્વિટ ડિલીટ કરી દીધું છે.