ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નું વર્ષ 2022-23નું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડર માં પ્રથમ સત્ર, બીજું સત્ર, પરીક્ષાની તારીખ, બોર્ડની પરીક્ષાની તારીખ,જાહેર રજાઓ સહિતની તમામ વિગતો ની રજૂવાત કરવામાં આવી છે. ગુજરાત બોર્ડ ની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 14 માર્ચથી શરૂ થશે અને આ પરીક્ષા પૂર્ણ 31 માર્ચે એ થશે.આ કેલેન્ડર વર્ષ દરમિયાન 80 જેટલી રજાઓ પણ રહેશે.
10 એપ્રિલના રોજ થી સ્કૂલોની વાર્ષિક પરીક્ષાઓ શરુ
આ 2022-23 ના કેલેન્ડર વર્ષ માં સ્કૂલની વાર્ષિક પરીક્ષા પણ 10 એપ્રિલે શરૂ થશે અને 21 એપ્રિલ સુધી ચાલશે. 5 જૂન 2023 થી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં કોઈ પણ ઘટાડો કરવામાં આવ્યો નથી.
સ્કૂલોમાં લેવાતી પરીક્ષા વર્ષ 2019-20માં અમલી કરાયેલી પદ્ધતિ મુજબ લેવામાં આવશે. સ્કૂલ કક્ષાએ લેવાતી ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 10 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધી યોજાશે. દ્વિતિય પરીક્ષા 27 જાન્યુઆરી 2023 થી 4 ફેબ્રુઆરી 2023 સુધી યોજાશે. જ્યારે વાર્ષિક પરીક્ષા 10 એપ્રિલથી 21 એપ્રિલ સુધી યોજશે.
બે મહિના પહેલા જાહેર કરવામાં આવ્યું હતું ધોરણ 10 અને 12 નું રીલ્ઝટ
ગત મે મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12 ની પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ 10 નું પરિણામ સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ આવ્યું હતું અને 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. અને ધોરણ 12 સાયન્સનું 72 ટકા પરિણામ આવ્યું હતું. 196 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 3,306 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો.