ગુજરાતટોપ ન્યૂઝ

#BreakingNews : આપ નેતા ગોપાલ ઈટાલિયાની દિલ્હીમાં ધરપકડ

Text To Speech

ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આજે તેઓ 12.30 વાગ્યે મહિલા આયોગ સમક્ષ હાજર થયા ત્યારે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.

આપ નેતાએ ટ્વીટ કરી આપી માહિતી

ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરતા કહ્યુ કે, મહિલા આયોગના ચીફ મને જેલમાં નાખવાની ધમકી આપી રહી છે. મોદી સરકાર પટેલ સમાજને જેલ સિવાય આપી શું શકે છે. ભાજપ પાટીદાર સમાજથી નફરત કરે છે. હું સરદાર પટેલનો વંશજ છું. તમારી જેલમાં જવાથી નથી ડરતો. નાખી દો મને જેલમાં, તેમણે પોલીસને પણ બોલાવી લીધા છે, મને ધમકાવી રહ્યા છે.

આ પણ વાંચો : PM મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી માટે ગુજરાત AAP વડાને નોટિસ, 13 ઓક્ટોબરે હાજર થવા ફરમાન 

ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દિલ્હીમાં રાષ્ટ્રીય મહિલા આયોગની ઓફિસમાં પહોચ્યા હતા અને અહી પીએમ મોદી સામે વાંધનજક ટિપ્પણીના વાયરલ વીડિયો અંગે જવાબ રજૂ કરવાના હતા. મહિલા આયોગે જવાબ રજૂ કરવા માટે નોટિસ ફટકારી હતી. જોકે, તે પહેલા જ ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગોપાલ ઇટાલિયાનો જૂનો વીડિયો વાયરલ થયો હતો.

આ અંગે આપના રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રભારી રાઘવ ચઢ્ઢાએ પણ કહ્યું છે કે, ગોપાલ ઈટાલિયાની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે. જેની વાત કરી છે.

Back to top button