ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરત AAPના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પાછી ખેંચી

Text To Speech

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે. ત્યારે સુરત પૂર્વ બેઠક પરથી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણીમાં ઉતરનાર કંચન જરીવાલાએ ઉમેદવારી પાછી ખેંચી લેતા આપમાં ખડભડાટ મચી ગયો છે. આ અગાઉ ચૂંટણીમાં ભાજપ પર ગુંડાગીરીનો આરોપ લગાવનાર આમ આદમી પાર્ટીએ આજે ​​મોટો દાવો કર્યો હતો. દિલ્હી AAPના મુખ્યમંત્રી અને ગુજરાત AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇશુદાન ગઢવીએ ટ્વિટ કર્યું હતુ કે ભાજપે સુરત પૂર્વથી AAPના ઉમેદવાર કંચન જરીવાલાને અપહરણ કરી લીધું છે.

કંચન જરીવાલા ઉમેદવારી પાછી ખેંચી

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે. ત્યારે આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના સુરતના ઉમેદવાર કંચન જરીવાલા અને તેમનો પરિવાર ગતરોજથી ગાયબ હતા. ત્યારે તેમના ગાયબ હોવા પાછળ ભાજપનો હાથ હોવાનો આપે દાવો કર્યો હતો. આમ આદમી પાર્ટીના સુરતના ઉમેદવાર કંચન જરીવાલાનું અગાઉ ઉમેદવારી ફોર્મ રદ્દ કરવાનો ભાજપે પ્રયાસ કર્યો હતો જે બાદ પણ ઉમેદવારી નોંધાવતા તેમનું ઉમેદવારી પરત લેવાનું દબાણ કરવામાં આવી રહ્યું હતુ. ત્યારે આજે કંચન જરીવાલાએ ઉમેદવારી પાછી ખેંચતા આપમાં ભારે નારાજગી જોવા મળી છે.

આ પણ વાંચો: દિલ્હી MCD ચૂંટણી 2022 : AAP-BJPના થીમ સોન્ગથી એકબીજા પર પ્રહાર

ઈશુદાન તેમજ કેજરીવાલે ભાજપ પર લગાવ્યા આરોપ

દિલ્હી AAPના મુખ્યમંત્રી અને ગુજરાત AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇશુદાન ગઢવીએ આ અંગે ટ્વીટ કરી છે અને લખ્યું હતુ કે ભાજપ આપથી ડરી ગઈ છે અને હવે ગુંડાગર્દી પર ઉતરી આવી છે. અને સુરત પૂર્વથી ચૂંટણી લડી રહેલા કંચન જરીવાલાનું અપહરણ કર્યું છે.

Back to top button