ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: ધ્રાંગધ્રાના ચુલી તારંગા ધામ નજીક ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઇ

Text To Speech
  • ટ્રક, આઇસર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો
  • આ અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું હતું
  • પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

ગુજરાતના હાઇવે માર્ગો પર અકસ્માતની સંખ્યા વધતી જાય છે. જેમાં ધ્રાંગધ્રાના ચુલી તારંગા ધામ નજીક ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઇ હતી. તેમાં ટ્રક, આઇસર અને ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક યુવકે જીવ ગુમાવ્યો છે.

આ અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું હતું

અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમા ધ્રાંગધ્રા હાઇવે પર વારંવાર અકસ્માતોની ઘટના સર્જાતી હોય છે. બે દિવસમાં પાંચ જેટલા અકસ્માતો સર્જાયા છે. ત્યારે ધ્રાંગધ્રાના ચુલી તારંગા ધામ નજીક ટ્રક, આઇસર અને ટેન્કર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

અકસ્માતની ઘટનાને લીધે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ સહિત 108 એમ્બુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહી તે માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદ: રિવરફ્રન્ટ ખાતે આવેલા અટલબ્રિજ, ફલાવરપાર્ક સહીતના તમામ ગાર્ડનની એન્ટ્રી ફીમાં વધારો

Back to top button