ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્યમાં એક વિચિત્ર ઘટના બની

Text To Speech
  • સમગ્ર મામલે વન વિભાગના અધિકારીઓ વધુ તપાસ હાથ ધરી
  • એક કાળિયારના મોત બાદ આઘાતમાં અન્ય સાત કાળિયારના મોત
  • સુરક્ષાકર્મીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા

ગુજરાતના શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્યમાં એક વિચિત્ર ઘટના બની છે. જેમાં એક સાથીના મોત પછી આઘાતના કારણે અન્ય સાત કાળિયારના મોત થયા છે. દીપડાએ કાળિયાર હરણનો શિકાર કરતા કાળિયારનું મોત થયું હતુ. ઘટના બાદ અન્ય સાત કાળિયારના મૃતદેહ મળી આવ્યા હતા.

સમગ્ર મામલે વન વિભાગના અધિકારીઓ વધુ તપાસ હાથ ધરી

એક સાથીના મોત પછી આઘાતના કારણે અન્ય સાત કાળિયારના મોત નીપજ્યા હતા. ઘટના 1 જાન્યુઆરીની હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે વન વિભાગના અધિકારીઓ વધુ તપાસ હાથ ધરી છે. કાળિયાર બહુ જ સંવેદશીલ પ્રાણી છે. જ્યારે બિશ્નોઈ સમાજ માટે આ પ્રાણી પુજનીય છે. મીડિયા અહેવાલ મુજબ, અભયારણ્યની બોર્ડર ક્રોસ કરીને આવેલા દીપડાએ કેવડિયા જંગલ વિસ્તારમાં કાળિયારનો શિકાર કર્યો હતો. આ વિસ્તાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલો છે.

સુરક્ષાકર્મીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા

વન વિભાગના અધિકારીએ કહ્યું કે, ‘પાર્કમાં લગાવેલા 400 સીસીટીવી કેમેરા વડે સતત દેખરેખ રાખવામાં આવે છે. દીપડાના પ્રવેશ અંગેની જાણકારી પણ મળી ગઈ છે અને સુરક્ષાકર્મીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ પછી દીપડો ભાગી ગયો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: રેપિડો સેવા પર પ્રતિબંધ, RTOએ આપ્યો આદેશ

Back to top button