ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: દરેક પોલીસ સ્ટેશનમાં સ્પેશિયલ સાઇબર એક્સ્પર્ટની નિમણૂક કરાશે

  • રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે DGPએ તમામ અધિકારીઓ પાસે માહિતી મેળવી
  • ડ્રગ્સનું દૂષણ રોકવા પોલીસે નવો એક્શન પ્લાન પણ તૈયાર કર્યો
  • દરેક પોલીસ સ્ટેશન દર બે મહિને તેમના વિસ્તારમાં એક બ્લેક સ્પોટ નક્કી કરે છે

ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં સ્પેશિયલ સાઇબર એક્સ્પર્ટની નિમણૂક કરાશે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું છે. શાહીબાગ ખાતે આવેલ નવનિર્મિત પોલીસ કમિશનર કચેરીમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ચાર પોલીસ કમિશનર અને નવ રેન્જ આઇડી સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે DGPએ તમામ અધિકારીઓ પાસે માહિતી મેળવી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં ટ્રાફિક નિયમોનો વારંવાર ભંગ કરતા ચેતજો, 130 ચાલકોને નોટિસ આવી

ડ્રગ્સનું દૂષણ રોકવા પોલીસે નવો એક્શન પ્લાન પણ તૈયાર કર્યો

જેમાં જણાવ્યું હતુ કે રાજ્યમાં હત્યા, દુષ્કર્મ, લૂંટ, છેડતી જેવા ગંભીર ગુનાઓનું પ્રમાણ ઘટયું છે. ક્રાઇમ કોન્ફરન્સમાં ગુનાઓ પર પોલીસ કેવી રીતે અંકુશ લાવી શકે તે અંગે ચર્ચા થઇ હતી. તેમજ ગુજરાત પોલીસ માટે સાયબર ક્રાઇમ અને ડ્રગ્સનું દૂષણ મોટો પડકાર હોવાનું સામે આવ્યું હતું. જેથી આ બન્ને ગુનાઓ પર પોલીસ કેવી રીતે અંકુશ લાવી શકે તે અંગે ચર્ચા થઇ હતી. આગામી દિવસોમાં સાયબરના ગુનાઓ રોકવા દરેક પોલીસ સ્ટેશનમાં સાયબર એક્સપર્ટની નિમણૂક કરવા અંગે ગૃહવિભાગ વિચારણા કરી છે. જ્યારે ડ્રગ્સનું દૂષણ રોકવા પોલીસે નવો એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે. રાજ્યમાં ગંભીર ગુનાઓ ઘટયાનું રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું હતું. અગાઉ અનેક ફ્રીઝ એકાઉન્ટ અનફ્રીઝ પણ કરીને લોકોને તેમના રૂપિયા પોલીસે પરત કર્યા છે.

દરેક પોલીસ સ્ટેશન દર બે મહિને તેમના વિસ્તારમાં એક બ્લેક સ્પોટ નક્કી કરે છે

શાહીબાગમાં નવ નિર્મિત પોલીસ કમિશનર કચેરીએ બુધવારે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ CP જી.એસ.મલિક, સુરત CP અનુપમસિંહ ગેહલોત, રાજકોટ CP બ્રજેશ ઝા, વડોદરા CP નરસિંમ્હા કોમર સહિત નવ રેન્જના આઇજી કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. માર્ગ અકસ્માતની ઘટનાઓનું પ્રમાણ ઘટે તે માટે દરેક પોલીસ સ્ટેશન દર બે મહિને તેમના વિસ્તારમાં એક બ્લેક સ્પોટ નક્કી કરે છે. જ્યાં પોલીસની સાથે સિવિલ એન્જિનિયર, આરએન્ડબી વિભાગ, કલેક્ટર કચેરી જેવા વિભાગને સાથે રાખીને તે સ્પોટ પર બીજી વખત અકસ્માત ન થાય તે અંગે સલાહ સૂચન મેળવીને જરૂરી કામગીરી કરવામાં આવી રહી હોવાનું DGPએ જણાવ્યું હતું.

Back to top button