ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: મતદારયાદી સુધારણા અંતર્ગત રાજ્યભરમાં ખાસ ઝુંબેશ યોજવામાં આવશે

Text To Speech
  • તા.17 નવેમ્બર તથા તા.23 અને 24 નવેમ્બર, 2024 ના રોજ યોજવામાં આવશે
  • સવારે 10.00 કલાકથી સાંજે 05.00 કલાક સુધી બુથ લેવલ ઓફિસર જરૂરી ફોર્મ્સ સાથે ઉપસ્થિત રહેશે
  • મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકાશે

ગુજરાત રાજ્યમાં મતદારયાદી સુધારણા અંતર્ગત ખાસ ઝુંબેશ યોજવામાં આવશે. જેમાં એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે ભારતના ચૂંટણી પંચની સૂચના અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 અંતર્ગત રાજ્યભરમાં તા.17 નવેમ્બર તથા તા.23 અને 24 નવેમ્બર, 2024 ના રોજ ખાસ ઝુંબેશ દિવસ યોજવામાં આવશે.

સવારે 10.00 કલાકથી સાંજે 05.00 કલાક સુધી બુથ લેવલ ઓફિસર જરૂરી ફોર્મ્સ સાથે ઉપસ્થિત રહેશે

મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત યોજાનાર ખાસ ઝુંબેશના દિવસોમાં રાજ્યના તમામ મતદાન મથક ખાતે સવારે 10.00 કલાકથી સાંજે 05.00 કલાક સુધી બુથ લેવલ ઓફિસર જરૂરી ફોર્મ્સ સાથે ઉપસ્થિત રહેશે. આગામી તા.01.01.2025ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની આ ઉત્તમ તક છે. સાથે જ જે યુવાઓના તા.01.01.2025 થી તા.01.10.2025 દરમિયાન 18 વર્ષ પૂર્ણ થતાં હોય તેઓ ઍડવાન્સ ઍપ્લિકેશન કરી સંબંધિત ક્વાર્ટરમાં તેમનું નામ નોંધાવી શકશે. આ ઉપરાંત મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકાશે.

મામલતદાર કચેરી ખાસે રાખવામાં આવેલી મતદારયાદીમાં પોતાનું તથા પોતાના પરિવારજનોનું નામ ચકાસી શકશે

ખાસ ઝુંબેશના દિવસો સિવાય તા.28.11.2025 સુધી સંબંધિત જિલ્લા કલેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ મામલતદાર કચેરી ખાસે રાખવામાં આવેલી મતદારયાદીમાં પોતાનું તથા પોતાના પરિવારજનોનું નામ ચકાસી શકશે. સાથે જ જરૂર જણાયે અરજી પણ રજૂ કરી શકશે.

આ પણ વાંચો: અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ: ઓપરેશન કરનાર ડૉ. પ્રશાંત વજીરાણી 7 દિવસના રિમાન્ડ પર

Back to top button