ગુજરાત

ગુજરાત: મહાદેવ એપ સટ્ટાકાંડમાં એકાઉન્ટ મામલે થયો ચોંકાવનારો ખુલાસો

  • ઇડીને બેન્ક એકાઉન્ટ પણ મળ્યા છે જેના આધારે તપાસ કરવામા આવી
  • બેટીંગ એપની ઇડીની તપાસમાં ગુજરાતના એક હજાર એકાઉન્ટ મળ્યા
  • રિપોર્ટમાં પાંચ ક્રિકેટરોના સટ્ટાબેટીગમાં સંડોવણી

ગુજરાતમાં મહાદેવ એપ સટ્ટાકાંડમાં એકાઉન્ટ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં માત્ર ગુજરાતમાંથી જ કૌભાંડીઓના એક હજાર એકાઉન્ટ મળ્યાં છે. મહાદેવ એપનો ગુજરાતનો ઓપરેટર દિનેશ ભરવાડ વનૌટુ આઈલેન્ડ ભાગ્યો છે. સુપ્રીમને સોંપેલો લોઢા કમિટીનો રિપોર્ટ સીલ કવરમાં છે. તેમજ પાંચ ક્રિકેટર્સના નામ અકબંધ છે.

આ પણ વાંચો: અમદાવાદ: હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં સતત વધારો સ્કૂલોના શિક્ષકોને CPR તાલીમ અપાશે 

ઇડીને બેન્ક એકાઉન્ટ પણ મળ્યા છે જેના આધારે તપાસ કરવામા આવી

ઇડીને બેન્ક એકાઉન્ટ પણ મળ્યા છે જેના આધારે તપાસ કરવામા આવી છે. મહાદેવ ઓનલાઇન બેટીંગ એપની ઇડીની તપાસમાં ગુજરાતના એક હજાર એકાઉન્ટ મળ્યા છે. ઇડીને બેન્ક એકાઉન્ટ પણ મળ્યા છે જેના આધારે તપાસ કરવામા આવી રહી છે. મહાદેવ એપના પ્રમોટરો સૌરભ ચંન્દ્રાકર અને રવિ ઉત્પલ હાલ દુબઇ છે પણ તેના માટે ગુજરાતમાં કામ કરતો ઓપરેટર દિનેશ ભરવા ઉર્ફે દિનેશ ખંભાતા 6 કરોડ રૂપિયા ખર્ચીની વનૌટુ આઇલેન્ડમાં જતો રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વાહન ચાલકો પાસેથી ઉઘરાવેલા દંડનો આંકડો જાણી રહેશો દંગ 

ગુજરાતના પાંચ બુકીઓ પણ સિટીઝનશીપ મેળવીને આઇલેન્ડ ભાગી જતા ગુજરાત અને કેન્દ્રની એજન્સીઓ ઉઘતી ઝડપાઇ ગઇ છે. 50 હજાર કરોડથી વધારેના મહાદેવ ઓનલાઇન સટ્ટાબેટીગની એપના કૌભાડની તપાસ ઇડી ચલાવી રહી છે જેમાં બુકીઓની સાથે બોલીવુડની હસ્તીઓ અને ક્રિકેટરોની પણ સંડોવણીની તપાસ ચાલી રહી છે. જસ્ટિસ લોઢા કમિટિના રિપોર્ટમાં પાંચ ક્રિકેટરોના સટ્ટાબેટીગમાં સંડોવણી હોવા છતાં પાંચ દબાવી દેવામા આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદના લોકો માટે કમોસમી વરસાદ આશીર્વાદ સમાન, જાણો કેમ 

જીતેન્દ્ર પટેલ, બિશ્વાસકુમાર સિન્હા, પારીતોષ પટેલ, પ્રતીક વર્મા, નરેશ શાહ દેશ છોડીને ભાગી ગયા

ગુજરાત અને મુંબઇના મોટા બુકીઓ જીતેન્દ્ર પટેલ, બિશ્વાસકુમાર સિન્હા, પારીતોષ પટેલ, પ્રતીક વર્મા, નરેશ શાહ દેશ છોડીને ભાગી ગયા છે. આ બુકીઓ અમદાવાદમાં મણિનગર વિસ્તારના બુકી કાઠીકાકા પાસે સટ્ટાબેટિગનું કટ્ટિગ કરાવતા હતા. મહાદેવ એપ બનાવીને પ્રમોટર સૌરભ ચંન્દ્રાકર અને બુકીઓને દેશના 70 સેન્ટરોમાં ઓપરેટરો નક્કી કરવા દુબઈમાં મિટિંગ કરી હતી. ત્યારબાદ બાદ તમામ બુકીઓને રાજ્ય પ્રમાણે હવાલા આપી દેવાયા હતા.

Back to top button