ગુજરાત પાઠયપુસ્તક મંડળનો ગંભીર છબરડો વર્ષો પછી બહાર આવ્યો છે. જેમાં 10 વર્ષે ભૂલ મળી છે. તેમાં ધો.7ના પુસ્તકમાં મનુબેનના બદલે કસ્તુરબા ગાંધીનો ફોટો આપવામાં આપવામાં આવ્યો છે. જેમાં પાઠયપુસ્તકોમાં વારંવાર થતાં છબરડા ક્યારે બંધ થશે. તથા પાઠયપુસ્તક મંડળનો ગંભીર છબરડો વર્ષો પછી બહાર આવતા ફોટો બદલવા માગ કરવામાં આવી છે.
પાઠય પુસ્તકોમાં વારંવાર થતાં છબરડા કયારે બંધ થશે
પુસ્તકમાં ગંભીર છબરડો જતો હોવા છતાં કોઈના ધ્યાને આ મુદ્દો આવ્યો ન હતો. ધો.7 ના ગુજરાતીના પાઠય પુસ્તકમાં ગંભીર છબરડો 10 વર્ષ બાદ સામે આવ્યો છે. પાઠય પુસ્તક મંડળ દ્વારા ગુજરાતીના પુસ્તકમાં મનુબેન ગાંધીના બદલે કસ્તુરબા ગાંધીનો ફોટો છાપવામાં આવ્યો છે. જો કે આટલા વર્ષો બાદ આ ભુલ પર ધ્યાન જતાં તાકીદે સુધારો કરવામાં આવે તેવી માંગણી ઊઠી છે. ઉપરાંત પાઠય પુસ્તકોમાં વારંવાર થતાં છબરડા કયારે બંધ થશે. તેવો સવાલ પણ ઉઠવા પામ્યો છે.
મનુબેન ગાંધીના બદલે કસ્તુરબા ગાંધીનો ફોટો
પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરણ-7 ગુજરાતી પ્રથમ સત્રના પુસ્તકમાં ગંભીર પ્રકારની ભુલ થઈ હોવાનું સામે આવ્યું છે. આ પુસ્તકમાં પ્રકરણ નંબર-4 બે ખાનાનો પરિગ્રહ છે. આ પ્રકરણ મનુબેન ગાંધીને લગતું છે અને તે અંગેની નોંધ પણ પુસ્તકમાં લખેલી છે. પરંતુ ત્યાં મનુબેન ગાંધીના બદલે કસ્તુરબા ગાંધીનો ફોટો છાપવામાં આવ્યો છે. આમ, પાઠય પુસ્તક મંડળ દ્વારા ફોટો છાપવામાં ભુલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
છેલ્લા 10 વર્ષથી આ પુસ્તકમાં ગંભીર છબરડો
આ પુસ્તક સૌપ્રથમ વખત 2013માં તૈયાર કરાયેલું ત્યારબાદ દરવર્ષે તેનું પુનઃ મુદ્રણ થતું હતું. આમ, છેલ્લા 10 વર્ષથી આ પુસ્તકમાં ગંભીર છબરડો જતો હોવા છતાં કોઈના ધ્યાને આ મુદ્દો આવ્યો ન હતો. જોકે, હવે આ મુદ્દે ધ્યાન જતાં પાઠય પુસ્તક મંડળનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને આ ફોટો બદલવામાં આવે તેવી માગણી પણ ઊઠી છે.મનુબેન ગાંધી ગાંધીજીના પિતરાઈ ભાઈની પૌત્રી છે, પરંતુ પુસ્તકમાં તેમના બદલે કસ્તુરબા ગાંધીનો ફોટો છાપવામાં આવ્યો છે.