ગુજરાત: સરકારી હોસ્પિટલોમાં આઉટ સોર્સિંગના નામે મસમોટું કૌભાંડ
ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં આઉટ સોર્સિંગના નામે મસમોટું કૌભાંડ થઇ રહ્યું છે. જેમાં એજન્સી પૂરતો પગાર આપતી નથી તથા ચમરબંધી પકડાતાં નથી. તેમજ આંખની હોસ્પિટલને મશીનરી આપો, ડોક્ટરોની ખાલી જગ્યા ભરો તેવી કોંગ્રેસે માગ કરી છે. સરકારી હોસ્પિટલોમાં આઉટ સોર્સિંગ એજન્સીથી કર્મચારીઓની ભરતી થતી હોય છે. જેમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે.
આ પણ વાંચો: ગુજરાતની આ મોટી કંપનીએ 85% સ્થાનિકોને રોજગાર આપવાના નિયમનો ભંગ કર્યો
આઉટ સોર્સિંગમાં 1200 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થાય છે
સરકારી હોસ્પિટલોમાં આઉટ સોર્સિંગ એજન્સીથી કર્મચારીઓની ભરતી થતી હોય છે, આ આઉટ સોર્સિંગમાં 1200 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થાય છે, મહિને 25થી 28 હજાર પગારની ચુકવણી સામે આઉટ સોર્સ એજન્સી જે તે કર્મચારીને માંડ 10થી 12 હજાર જ ચૂકવે છે, ચેકથી નાણાં પૂરા ચુકવાય તો એજન્સી રોકડેથી પરત લઈ લે છે.
આ પણ વાંચો: અમદાવાદ: 647 કરોડના બોગસ બિલિંગ કાંડનો આરોપી ઝડપાતા મોટા ખુલાસા થયા
અમદાવાદની યુએન મહેતા અને કિડની હોસ્પિટલમાં સરકારનું નિયંત્રણ જરૂરી
અગાઉ પણ વિધાનસભા ગૃહમાં આ મુદ્દે ઊઠયો ત્યારે રાજ્ય સરકારે ખાતરી આપી હતી કે, કર્મચારીઓનું શોષણ નહિ થાય પરંતુ ચમરબંધી પકડાતાં નથી, ગુજરાત વિધાનસભા ગૃહમાં આરોગ્ય વિભાગની માગણી પરની ચર્ચામાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આ દાવો કર્યો હતો. અમદાવાદની યુએન મહેતા અને કિડની હોસ્પિટલ સારી રીતે ચાલે છે પરંતુ અહીં સરકારનું નિયંત્રણ જરૂરી છે.