ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: કસ્ટમ અધિકારી બની રોફ જમાવતો ઠગબાજ ઝડપાયો

Text To Speech
  • પ્રાથમિક તપાસમાં છ લોકો પાસેથી રૂા.12.75 લાખ ખંખેરી લીધા હોવાનો ખુલાસો થયો
  • એરગન તેને ગોવાથી ખરીદી હતી અને અસલી ગન તરીકે સીનસપાટા મારતો હતો
  • કસ્ટમ અધિકારીનો સ્વાંગ રચી સરકારી કામો અપાવવાના બહાને રૂપિયા પડાવતા

ગુજરાતના સુરતમાં કસ્ટમ અધિકારી બની રોફ જમાવતો ઠગબાજ ઝડપાયો છે. જેમાં 6 લોકો પાસેથી રૂપિયા 12.75 લાખ ખંખેર્યા છે. જેમાં નકલી સરકારી કચેરી, નકલી આઇપીએસ, નકલી ટોલનાકા બાદ હવે નકલી કસ્ટમ અધિકારીનો પર્દાફાશ થયો છે. કસ્ટમ અધિકારીનો સ્વાંગ રચી સરકારી કામો અપાવવાના બહાને, નોકરી અપાવવાના બહાને તેમજ રોફ જમાવી સીનસપાટા મારી અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેનારા ભેજાબાજને ક્રાઇમ બ્રાંચે પકડી પાડયો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા બે માસમાં દારૂ પીને વાહન ચલાવવાના કેસનો આંકડો જાણી દંગ રહેશો 

પ્રાથમિક તપાસમાં છ લોકો પાસેથી રૂ.12.75 લાખ ખંખેરી લીધા હોવાનો ખુલાસો થયો

પ્રાથમિક તપાસમાં છ લોકો પાસેથી રૂ.12.75 લાખ ખંખેરી લીધા હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે તેની પાસેથી એરગન, સેન્ટ્રલ બોર્ડનું સર્ટિ., નકલી આઇકાર્ડ, બે સ્ટારવાળી વર્દી, વાહન ચલાવવાનો બોગસ ઓર્ડર પણ મળી આવ્યો હતો. આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે. ક્રાઇમ બ્રાંચે વર્કઆઉટ કરી વરાછા-બોમ્બે માર્કેટ ખાતેથી નકલી કસ્ટમ અધિકારી હિમાંશુ રમેશ રાય (બિહાર)ને પકડી પાડયો હતો. તેની પાસેથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્ષીસ એન્ડ કસ્ટમ્સનું બોગસ સર્ટિફિકેટ, સિનિયર ઇન્સ્પેક્ટર તરીકેનું નકલી આઇકાર્ડ, બે સ્ટારવાળી વર્દી, એરગન વિગેરે મળી આવ્યા હતા.

એરગન તેને ગોવાથી ખરીદી હતી અને અસલી ગન તરીકે સીનસપાટા મારતો હતો

એરગન તેને ગોવાથી ખરીદી હતી અને અસલી ગન તરીકે સીનસપાટા મારતો હતો. બોગસ સર્ટિફિકેટ તેને દિલ્હી અને ગોવામાં બનાવ્યા હતા. આરોપી હિમાંશુ રાય છેલ્લાં નવ માસથી સુરત નજીકના કીમ ખાતે રહી સુરત સિટીના લોકોને છેતરતો હતો. તેને સેલ્સ ટેક્ષના સિનિયર અધિકારીની ઓળખ આપી લોકોને સરકારી કામ અપાવવાના બહાને તેમજ રૂઆબ બતાવી પાસે નાણાં ખંખેરી લીધા હતા. પ્રાથમિક તપાસમાં છ લોકોના 12.75 લાખ હિમાંશુ રાય ઓહિંયા કરી ગયો છે.

Back to top button