ગુજરાત

ગુજરાત: દોઢ વર્ષમાં વાહનચાલકો પાસેથી રૂ.138 કરોડનો દંડ વસૂલાયો

Text To Speech
  • ટ્રાફિક તંત્રને દંડ ઉઘરાવવા માટે ટાર્ગેટ આપવામાં આવે છે
  • રૂ.183.04 કરોડ ઓછી રકમ પીએલએમાં ટ્રાન્સફર થઈ
  • પાંચ વર્ષ દરમિયાન રૂ.661.99 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો

ગુજરાતમાં દોઢ વર્ષમાં વાહનચાલકો પાસેથી રૂ.138 કરોડનો દંડ વસૂલાયો છે. જેમાં 10 વર્ષમાં વસૂલાત અને PLAમાં ટ્રાન્સફર વચ્ચે 183 કરોડની ઘટ છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર લગભગ દોઢ વર્ષથી શાસનની ધૂરા સંભાળે છે. તેમાં ઉક્ત પાંચ વર્ષ દરમિયાન રૂ.661.99 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લાના બટાકાની ખેતી કરતા ખેડૂતોને રૂ.5 કરોડનું નુકસાન

ટ્રાફિક તંત્રને દંડ ઉઘરાવવા માટે ટાર્ગેટ આપવામાં આવે છે

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર લગભગ દોઢ વર્ષથી શાસનની ધૂરા સંભાળે છે. આ સરકારે ટ્રાફિકના દંડ પેટે 2021-22માં રૂ.138.15 કરોડની તગડી રકમ વાહનચાલકો પાસેથી ખંખેરી છે. વર્ષ 2017-18થી માંડી 2021-22 સુધીના પાંચ વર્ષમાં ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ વાહનચાલકો પાસેથી દંડ પેટે કુલ રૂ. 630.13 કરોડ વસૂલવામાં આવ્યા હતા. ટ્રાફિક તંત્રને દંડ ઉઘરાવવા માટે ટાર્ગેટ આપવામાં આવે છે. ઉક્ત પાંચ વર્ષ દરમિયાન રૂ.661.99 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં સરકારી શાળામાં શિક્ષકો વિના ભણતરને અસર

રૂ.183.04 કરોડ ઓછી રકમ પીએલએમાં ટ્રાન્સફર થઈ

કેગ’ દ્વારા તેના લેટેસ્ટ રિપોર્ટમાં એવું નોંધવામાં આવ્યું છે કે, વર્ષ 2012-13થી 2021-22ના કુલ 10 વર્ષમાં ટ્રાફિકના ઉલ્લંઘન બદલ જ રૂ.964.43 કરોડનો ખરેખર દંડ વસૂલાયો અને પર્સનલ લેજર એકાઉન્ટ- પીએલએમાં તેની તબદિલી વચ્ચે 19 ટકાનો જંગી તફાવત મળે છે. આ 10 વર્ષમાં પીએલએમાં ખરેખર તબદીલી રૂ.791.39 કરોડ જ થઈ હતી, એટલે કે રૂ. 183.04 કરોડ ઓછી રકમ પીએલએમાં ટ્રાન્સફર થઈ હતી.

Back to top button