ગુજરાત: એક પરિવારને છ પાસપોર્ટ ગુમ થયા અંગેના ખોટા સોગંદનામા કરવા ભારે પડ્યા
- હિંમતનગરમાં છ પાસપોર્ટ ગુમ થયાની પોલીસને અરજી મળી
- એજન્ટને પાસપોર્ટ આપ્યા હોવા છતાં ગુમ થયાની ફરિયાદ કરી
- પોલીસે ચાર વ્યકિતઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
ગુજરાતમાં એક પરિવારને છ પાસપોર્ટ ગુમ થયા અંગેના ખોટા સોગંદનામા કરવા ભારે પડ્યા છે. જેમાં એજન્ટને પાસપોર્ટ આપ્યા હોવા છતાં ગુમ થયાની પોલીસને જાણ કરનાર પરિવાર સામે ફરિયાદ કરવામાં આવી છે. હિંમતનગરના એક પરિવારે છ પાસપોર્ટ ગુમ થયા અંગેના ખોટા સોગંદનામા કરી અરજી કરી હતી.
આ પણ વાંચો: સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ દર્શને જતા પહેલા આ સમાચાર ખાસ વાંચો
પોલીસે ચાર વ્યકિતઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
પાસપોર્ટ ગુમ થવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસ દ્વારા આ મામલે તપાસ પણ હાથ ધરાઈ હતી. હિંમતનગરના એક પરિવારના સભ્યોના છ પાસપોર્ટ ગુમ થયાની પોલીસને અરજી મળી હતી. પોલીસ દ્વારા આ મામલે તપાસ પણ હાથ ધરાઈ હતી. જો કે પાસપોર્ટ ગુમ થવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો હતો. ગેરકાયદે રીતે વિઝા મેળવી અમેરિકા જવા પાસપોર્ટ ગાંધીનગરના એજન્ટને આપ્યા હોવા છતાં પરિવારે પોલીસને ખોટી અરજી કરી ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરાયો હતો. જેના પગલે હિંમતનગર એ. ડિવિઝન પોલીસે ચાર વ્યકિતઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં હથિયારો લાવી રાજ્યમાં વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો
ગેરકાયદેસર રીતે વિઝા મેળવી અમેરિકા જવા માટે નાટક કર્યું
હિંમતનગર સહકારી જીન પાસે આવેલી રામબાગ સોસાયટીમાં રહેતા નરેશ ઘનશ્યામભાઈ પટેલના પરિવારના છ વ્યકિતઓના પાસપોર્ટ ગુમ થયા અંગે પોલીસને અરજી આપવામાં આવી હતી. પોતાના ઘરની સાફ સફાઈ વખતે પર્સમાં મુકેલા પાસપોર્ટ ગુમ થયા અંગે સોગંદનામુ અને નોટરી કરી આઠ માસ અગાઉ અપાયેલ અરજી મામલે તમામ થાણા અમલદારોને હિંમતનગર પોલીસે જાણ કરી દીધી હતી. દરમિયાન તપાસમાં સામે આવ્યું હતુ કે,અરજી કરનારે ગેરકાયદેસર રીતે વિઝા મેળવી અમેરિકા જવા માટે આઠ માસ અગાઉ ગાંધીનગરના રાજન પટેલ નામના એજન્ટને પાસપોર્ટ આપ્યા હતા. તેમ છતાંય પાસપોર્ટ ખોવાયા અંગે ખોટા એફીડેવીટ કરાવી પોલીસને ખોટી હકીકતો જણાવતાં નરેશ ઘનશ્યામભાઈ પટેલ, કિંજલ ઘનશ્યામભાઈ પટેલ, નિતીન ઘનશ્યામભાઈ પટેલ અને ભુમિ નિતીન પટેલ વિરૂધ્ધ પોલીસે જ ફરિયાદ નોંધી હતી.